તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના હોદ્દેદારો મેયર ડે. મેયરની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી.નાં હોદ્દેદારો દ્વારા રાજકોટ મહાનગરના નવનિયુકત મેયર ડો. નેહલ શુક્લ અને ડેપ્યુટી મેયર શ્રીમતી દક્ષાબેન વસાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ હાઉસીંગ સોસાયટીના વિકાસના કાર્યોમાં હંમેશા મદદરૂપ થનાર મેયર અને ડેપ્યુટીનું સોસાયટીના પ્રમુખ પ્રોફે. જયદીપસિંહ કે. ડોડીયા, સોસાયટીના મંત્રી અને જાણીતી સેવાભાવી સંસ્થા સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અજયભાઈ જોશી, સહમંત્રી અજયસિંહભાઈ પરમાર, સહમંત્રી રમેશ સભાયા , કારોબારી સભ્ય તેમજ સોસાયટીના સિનિયર મેમ્બર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઈજનેર ડી. પી. ત્રિવેદી દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કોઓપરેટીવ સોસાયટીનો સુવર્ણ જયંતી વર્ષનો અંક મેયર ડો. નેહલ શુક્લ અને ડે. મેયર શ્રીમતી દક્ષાબેન વસાણીને ભેટ આપવામાં આવેલ. સોસાયટીના મનપાને લગતા તમામ વિકાસના કામોમાં હંમેશા હકારાત્મક વલણ અપનાવીને સહયોગી બનનારા રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર શ્રીમતી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ હરીભાઈ પટેલ, શહેર ભાજપના અગ્રણી વિક્રમભાઈ પૂજારા તેમજ વોર્ડ નં-૯ નાં પ્રભારી કુલદીપસિંહ જાડેજા તેમજ વોર્ડ નં. ૯ નાં કોર્પોરેટર રાજુભાઈ અઘેરા, જયસુખભાઇ કાથરોટીયા, શ્રીમતી જાનકીબેન જીતુભાઈ કટોળીયા તેમજ પૂર્વ કોરપોરેટર જીતુભાઇ કટોળીયાનો સોસાયટીના હોદ્દેદારો દ્વારા આભાર માનવામાં આવેલ.
(3:33 PM IST)










