તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટ નરેન્દ્રસિંહ જાડેજાને ભવ્ય નીવૃત્તિ વિદાયમાન અપાયું
ઓફિસરો- કર્મચારી, મિત્રો અને સ્વજનોએ કાર્યને બિરદાવી તેમનું નિવળત્ત જીવન સ્વસ્થ અને આનંદમય રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી

રાજકોટ, તા.૬: કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામના વતની અને ચોટીલા ખાતે વર્ષો સુધી જમીન વિકાસ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવનાર અજીતસિંહ પ્રભાતસિંહ જાડેજાના પુત્ર નરેન્દ્રસિંહ જાડેજાએ ૧૯૮૯ માં રમતગમત ક્વોટા હેઠળ LDC તરીકે સેવા શરૂ કરી હતી. સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ વિભાગ પસંદ કર્યો.૧૯૮૯ થી ૨૦૦૨ સુધી, તેમણે રાજકોટમાં વિવિધ વિભાગોની જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી. ૨૦૦૨ માં ઇન્સ્પેક્ટર અને ૨૦૧૪ માં સુપરિન્ટેન્ડેન્ટ પદ પર બઢતી આપવામાં આવી.જામનગર , કંડલા, મુન્દ્રા કસ્ટમ્સ, સેન્ટ્રલ એક્સાઇઝ,ભુજ અને રાજકોટ ઞ્લ્વ્ના વિવિધ વિભાગોમાં પણ ફરજ બજાવી હતી. વિભાગમાં પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, તેઓ હંમેશા શાંત ચિત્ રાખી કોઠા સૂઝથી પ્રશ્નોનો ઉકેલ લાવવામાં વિશ્વાસ રાખે છે તેમના સહયોગ પૂર્ણ વ્યવહાર અને સકારાત્મક અભિગમથી તમામ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે સન્માનનીય સ્થાન પ્રાપ્ત થયું છે. તેમની સેવા નિવળત્તિ ના અવસરે તમામ ઉપરિસ્થિતિ ઓફિસરો- કર્મચારી , મિત્રો અને સ્વજનોએ તેમના ફરજ પ્રત્યેની નિષ્ઠા કાર્યને બિરદાવી તેમનું નિવળત્ત જીવન સ્વસ્થ સુખમય અને આનંદમય રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. નરેન્દ્ર સિંહ જાડેજાએ તેમના સેવા નિવળત્તિ વિદાય સમારંભ ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વજન જેવી લાગણી વ્યક્ત કરનાર તમામનો ભીની આંખે આભાર વ્યક્ત કર્યો હતો
(4:20 PM IST)










