<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

પ્રોટેકશન મળે કે ન મળે હું કાલે દિવ્‍ય દરબારમાં જઇશઃ ડો. પુરૂષોતમ પીપરીયા

હનુમંત કથા આવકાર્ય હોવાનું તેમણે ફરી જણાવ્‍યું: અંધશ્રધ્‍ધા ફેલાવતા કાર્યક્રમો સ્‍વીકાર્ય નથીઃ અકિલા સાથે વાતચીત

રાજકોટ, તા. ૬: બાબા બાગેશ્વર ધામ ધિરેન્‍દ્ર શાસ્ત્રીની હનુમંત કથા રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે ચાલી રહી છે, ત્‍યારે કાયદે આઝમ ડો. પુરૂષોતમ પીપરીયા દ્વારા આવતીકાલે યોજાનાર દિવ્‍ય દરબારમાં પોલીસ પ્રોટેકશન મળે કે ન મળે જવા માટે ‘અકિલા' સાથે ટેલીફોનીક વાતચિતમાં જણાવ્‍યું હતું.

જાગૃત નાગરિક અને વ્‍હીસલ બ્‍લોઅર ડો. પુરુષોત્તમ પીપરીયા દ્વારા રાજકોટના પોલીસ કમિશનરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સમક્ષ એક વિસ્‍તૃત લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી, જેમાં  ડો. પીપરીયાએ સ્‍પષ્ટપણે માંગણી કરી છે કે, રાજકોટમાં આગામી તારીખ ૦૫ થી ૦૭ દરમિયાન યોજાનાર ‘સનાતન સેતુ હનુમંત કથા' અંતર્ગત બાબા બાગેશ્વર (ધીરેન્‍દ્ર કૃષ્‍ણ શાષાી) દ્વારા જે રીતે ‘દિવ્‍ય દરબાર' અને ‘પ્રેત દરબાર'ના નામે અંધશ્રદ્ધાનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે, તેને તાત્‍કાલિક અટકાવવામાં આવે અને તેવા કાર્યક્રમોની પરવાનગી રદ કરવામાં આવે.

બંધારણના અનુચ્‍છેદ ૫૧A(h) મુજબ સમાજમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવતાવાદ અને સુધારણાની ભાવના કેળવવાની પોતાની બંધારણીય ફરજ નિભાવતા ડો. પીપરીયાએ આ રજૂઆતમાં ભારપૂર્વક જણાવ્‍યું છે કે, સનાતન પરંપરાની હનુમંત કથાના આયોજન સામે તેમનો કોઈ જ વિરોધ નથી, પરંતુ ધર્મના નામે જે ઢોંગ-ધતિગ અને અંધશ્રદ્ધા ફેલાવવાનું ષડયંત્ર રચીને ભોળી જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે, તેની સામે તેમનો સખત વિરોધ છે અને તે અટકાવવા વહીવટીતંત્રએ તાત્‍કાલિક કાનૂની પગલાં લેવા અનિવાર્ય છે.

બાબા બાગેશ્વર ધામના ધીરેન્‍દ્ર શાષાી મંચ પરથી પોતાની પાસે અલૌકિક અને દૈવી શક્‍તિઓ હોવાનો દાવો કરે છે. અજાણ્‍યા લોકોની અંગત વિગતો ચિઠ્ઠીમાં લખી ચમત્‍કારિક શક્‍તિ હોવાનો ભ્રમ ઊભો કરે છે. કોઈપણ વૈજ્ઞાનિક કે તબીબી ડીગ્રી વિના માત્ર મંત્રો, ભસ્‍મ કે જાદુઈ વિધિઓ દ્વારા કેન્‍સર, લકવો, હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ મટાડવાનો જાહેરમાં દાવો કરવામાં આવે છે, જેના વિડિયો ઇન્‍ટરનેટ અને ટીવી પર ઉપલબ્‍ધ છે. ‘પ્રેત દરબાર'ના નામે દર્દીઓના શરીરમાં ભૂત-પિશાચ હોવાનો દાવો કરી, કોઈ ષીને ડાકણ જાહેર કરી શારીરિક યાતનાઓ આપી અમાનવીય વર્તન કરવા મજબૂર કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓમાં દૈવી કોપનો ડર ઊભો કરી આર્થિક દાન અને ભેટ-સોગાદો લેવામાં આવે છે.

કાયદાકીય જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ભંગ : રજૂઆતમાં કાયદાકીય આધાર આપતા સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું છે કે આ કૃત્‍યો વિવિધ કાયદાઓનો સરેઆમ ભંગ કરે છે. ૧. ગુજરાત માનવબલિ અને અઘોરી પ્રથા વિરોધી કાયદો-૨૦૨૪ (Gujarat Act No. 8 of 2024) ની કલમ ૩ મુજબ અલૌકિક શક્‍તિઓના દાવા કરી ડરાવવા અને છેતરવા બદલ ૭ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ૨. ડ્રગ્‍સ એન્‍ડ મેજિક રેમેડીઝ એક્‍ટ, ૧૯૫૪ ની કલમ ૩, ૪ અને ૫ મુજબ મંત્ર-તાવીજ દ્વારા ૫૪ જેટલા શિડ્‍યુલ્‍ડ રોગો મટાડવાનો દાવો કરવો ગુનો છે. આ જ બાબતે તાજેતરમાં NBDSA દ્વારા ન્‍યૂઝ ૧૮ ચેનલને ધીરેન્‍દ્ર શાષીનો ભ્રામક ઇન્‍ટરવ્‍યુ હટાવવા આદેશ કરાયો હતો. ૩. ભારતીય ન્‍યાય સંહિતા (BNS), ૨૦૨૩ ની કલમ ૩૫૪ (અગાઉની IPC ૫૦૮) મુજબ દૈવી નારાજગી (Divine Displeasure) નો ડર બતાવવો અને ગ્‍ફલ્‍ કલમ ૩૧૮(૪) (અગાઉની IPC ૪૨૦) હેઠળ અલૌકિક શક્‍તિઓના નામે આર્થિક છેતરપિડી કરવી ગુનો બને છે. 

(3:51 PM IST)