News of Saturday, 6th June 2026
ખાડો પૂરાયો નહીં અને મનપાનો જ ટ્રક ખૂંચી ગયો
અમીન માર્ગ પર પ્રિ-મોન્સૂન કામગીરી વચ્ચે તંત્રની બેદરકારી ઉજાગર

રાજકોટઃ શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી દરમિયાન અમીન માર્ગ પર પાઇપલાઇનના કામ બાદ યોગ્ય રીતે રસ્તાનું સમારકામ ન થતાં મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખાની ટ્રક જ ખાડામાં ખૂંપી ગઈ હતી. સવારે બનેલી આ ઘટનાના કલાકો બાદ પણ ટ્રક ફસાયેલી રહેતા માર્ગ પર ટ્રાફિકજામ સર્જાયો હતો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાને લઈ સ્થાનિકોએ સુરક્ષા તથા કામગીરીમાં બેદરકારીના આક્ષેપો કર્યા હતા. અમીન માર્ગ પર પાઇપલાઇન કામગીરી બાદ યોગ્ય પુરાણ ન થતાં કાચા બનેલા રસ્તામાં મનપાની ડ્રેનેજ શાખાનો ટ્રક ખૂંચી ગયો હતો તે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:41 PM IST)










