<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

છોટુનગર ઝૂપડપટ્ટીમાં બાથરૂમમાંથી નીકળતી વખતે પટકાતાં વૃધ્‍ધનું મોત

૬૦ વર્ષના તુલસીભાઇ ચાંગાવદરાએ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ બજરંગવાડીમાં હૃદય બેસી જતાં વિજયભાઇ તરાલીકરનું મૃત્‍યુ

રાજકોટ તા. ૬: રૈયા રોડ હનુમાન મઢી પાછળ છોટુનગર ઝુપડપટ્ટીમાં રહેતાં તુલસીભાઇ થારાભાઇ ચાંગાવરીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધ ઘરે બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે પડી જતાં ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

તુલસીભાઇ બે દિવસ પહેલા બાથરૂમમાંથી નીકળતી વખતે પડી જતાં માથા, શરીરે ઇજા થતાં અન્‍ય હોસ્‍પિટલમાં સારવાર અપાવી સિવિલમાં દાખલ કરાયા હતાં. અહિ દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર તુલસીભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં ત્રણ દિકરી તથા બે દિકરા છે.

બીજા બનાવમાં બજરંગવાડી શેરી નં. ૧૪ના ખુણે રહેતાં વિજયભાઇ વસંતભાઇ તરાલીકર (ઉ.વ.૫૯) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં અને નિવૃત જીવન જીવતા હતાં. તે ઉપરના માળે એકલા રહેતાં હતાં. તેમના ભાઇ નીચે રહે છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:54 PM IST)