News of Saturday, 6th June 2026
બાઇક ચોરીને ફેરવતાં સુનિલને એલસીબી ઝોન-૨ ટીમે પકડયો ગાંધીગ્રામ વિસ્તારમાંથી વાહનની ઉઠાંતરી કરી હતી

રાજકોટ તા. ૬: ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી વાહનચોરીનો ભેદ એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલી જામનગર રોડ શેઠનગર સામે ઝૂપડામાં રહેતાં સુનિલ દિનેશભાઇ જખાનીયા (ઉ.વ.૨૦)ને જામનગર રોડ ક્રાઇસ્ટ હોસ્પિટલથી અયોધ્યા ચોક જવાના રસ્તેથી પકડી લઇ રૂા. ૨૦ હજારનું લાલ બ્લુ પટાવાળુ બાઇક કબ્જે કર્યુ છે.
સુનિલ અગાઉ પણ ગાંધીગ્રામ પોલીસમાં મારામારીના બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. છુટક મજૂરી કરતો હોઇ વાહન ફેરવવા માટે જરૂર હોવાથી ચોરી કર્યાનું રટણ કર્યુ હતું. સીસીટીવી કેમેરા, બાતમીદારો તથા ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી ચોરીના ગુના ઉકેલવા ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં ટીમ કાર્યરત હતી ત્યારે બાતમી પરથી આ ગુનો ઉકેલાયો હતો. પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, હેડકોન્સ. શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.
(2:38 PM IST)










