News of Saturday, 6th June 2026
કાળીપાટ ચોકડીએ ૧.૪૦ લાખના વ્હીસ્કી-વોડકા ભરેલી કાર સાથે ધવલ પકડાયો
પીસીબીના દિલીપભાઇ બોરીચા, ઉમેશભાઇ ચાવડા, વિશાલભાઇ દવેની બાતમીઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજાની ટીમની કામગીરી

રાજકોટ તા. ૬: દારૂની હેરાફેરી અટકાવવા સતત કાર્યરત પીસીબીની ટીમે વધુ એક વખત સફળ કામગીરી કરી છે. રાજકોટ-ભાવનગર હાઇવે પર કાળીપાટ ચોકડી પાસેથી રાજકોટના એક શખ્સને કારમાં રૂા. ૧,૪૦,૧૧૨ના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. દિલીપભાઇ બોરીચા, ઉમેશભાઇ ચાવડા, કોન્સ. વિશાલભાઇ દવેને બાતમી મળતાં કાળીપાટ ચોકડીએ વોચ રાખી જીજે૦૩પીજે-૩૭૨૯ નંબરની કાર આંતરી લીધી હતી. તેમાં તપાસ કરતાં દારૂનો જથ્થો મળ્યો હતો. કારચાલકની પુછતાછ કરવામાં આવતાં પોતાનું નામ ધવલ વિજયભાઇ સોલંકી (ઉ.વ.૨૮-રહે. ભોજલરામ સોસાયટી-૩, ગોવિંદનગર મેઇન રોડ કોઠારીયા રોડ) જણાવ્યું હતું.
પોલીસે કારમાં તપાસ કરતાં તેમાંથી કુલ ૫૨૮ નંગ ૧૮૦ એમએલના ચપલા રૂા. ૧,૪૦,૧૧૨ના મળી આવતાં તે તથા કાર, મોબાઇલ ફોન મળી કુલ ૬,૪૫,૧૧૨નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. કબ્જે થયેલા દારૂમાં ઓલ સીઝનના ૩૩૬ ચપલા અને ઓલ્ડ સ્કૂલ પ્યોર ગ્રેન વોડકાના ૧૯૨ ચપલા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીકની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચોૈહાણ, હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગોસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર અને વિશાલભાઇ દવેએ આ કામગીરી કરી હતી.
(3:52 PM IST)










