તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
શાપર-વેરાવળનો યુવાન અને બનેવી વ્યાજના ચક્રમાં ફસાયાઃ વ્યાજખોરો મશીનરી ભરી ગયા
બનેવી પાસેથી ત્રણ કોરા ચેક વ્યાજખોરીથી પડાવી લીધાઃ માંગરોળના હુસેનાબાદના વિક્રમભાઇ ચાનપા તથા તેના પુત્ર દિપેન સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા.૬: શાપર-વેરાવળનો યુવાન અને બનેવી વ્યાજના વિષચક્રમાં ફસાયા બાદ વ્યાજખોર પિતા-પુત્રએ કારખાનાની મશીનરી અને ત્રણ કોરા ચેક પડાવી લઇ પતાવી દેવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ રાહુલભાઇ પરબતભાઇ પરમાર ધંધો-મંજુરી રહે. વેરાવળગામ રામદેવનગર રામદેવપીરના મંદિરની બાજુમોં આરોપી (૧) વિક્રમભાઇ વાલજીભાઇ ચાનપા તથા તેના પુત્ર દિપેન ચાનપા રહે. બંને હુશેનાબાદ તા. માંગરોળ જી. જૂનાગઢ સામે શાપર-વેરાવળ પોલીસમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ નાણાધીર ધાર આરોપીઓ પાસેથી ફરીયાએ કટકે કટકે આઠ લાખ રૂપિયા વ્યાજે લીધેલ જે રૂપિયા વ્યાજ સહિત ચુકવી આપવા છતા હજુ તો તમે ફકત વ્યાજના જ રૂપિયા લીધેલ જે રૂપિયા વ્યાજ સહિત ચુકવી આપવા છતા હજુ તો તમે ફકત વ્યાજના રૂપિયા આપેલ છે.
તમારે ૮ લાખ દેવાના બાકી છે. તેમ કરી ફરીયાદી તથા તેના બનેવીને મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના કારખાનાની બેલા બનાવવાની મશીનરી તથા સાહેબ બનેવીના ત્રણ કોરા ચેક બળજબરીથી પડાવી લઇ પતાવી દેવાની ધમકી આપી હતી.
ફરીયાદી તથા તેના બનેવી શૈલેષભાઇ વલ્લભભાઇ ચાનપાએ પારડીમાં જમીન ભાડે રાખી સીમેન્ટના બેલા બનાવવાનું કારખાનુ શરૂ કર્યા બાદ માલ-સામાન લેવા માટે ઉકત બંને વ્યાજખોરો પાસેથી કટકે-કટકે ૮ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતા અને સાડાત્રણ વર્ષ સુધી નિયમીત વ્યાજ આપ્યા બાદ ધંધામાં મંદી આવતા રૂપિયા ચૂકવી ન શકતા ઉકત બન્ને વ્યાજખોર પિતા-પુત્રએ પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી હતી.
આ ફરીયાદ અન્વયે શાપર-વેરાવળ પોલીસે ઉકત બન્ને પિતા-પુત્ર સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.
(2:32 PM IST)










