તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
રઘુવંશી યુથ ફાઉન્ડેશ દ્વારા કાલે વિદ્યાર્થીઓને રાહત દરે નોટબૂક વિતરણ

રાજકોટઃ તા.૬: લોહાણા બોર્ડિંગ હાઉસ, રાજકોટના સને ૧૯૯૫ થી ૨૦૦૧ દરમિયાન અભ્યાસ કરતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સમાજનું ઋણ ચુકવવાના ઉમદા હેતુ સાથે ‘‘રઘુવંશી યૂથ ફાઉન્ડેશન ''ની સ્થાપના કરવામાં આવેલ, આ ફાઉન્ડેશન દ્વારા હર વર્ષની માફક આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને આર્થિક રાહત થાય તેવા હેતુથી રાહત દરે નોટબુક વિતરણ કરવાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.
આ અંતર્ગત ખૂબજ પ્રીમિયમ કવોલિટીની કૂલ સ્કેપ બુક માત્ર રૂ.૩૦ા- ના નજીવા દરે વિદ્યાર્થીઓને વિતરણ કરવાનું આયોજન કરેલ છે, કોઇ પણ વિદ્યાર્થી ૧૦ નોટબુકના સેટમાં આ નોટબુક ખરીદી શકે છે, કોઇપણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ લાભ લઇ શકશે.
આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે જયદીપભાઇ ગઢીયા, સાવનભાઇ કોટેચા, સોૈમીલ હાલાણી, નિર્મલભાઇ સામાણી, ભાવેશભાઇ સોમૈયા, કપિલભાઇ નથવાણી, જયન્દ્રભાઇ રાયચૂરા, સાનીલભા ઉનડકટ, પ્રગનેશભાઇ સૂચક, હિરેનભાઇ ઠક્કર વગેરે મિત્રોનો આર્થિક સહયોગ મળેલ છે.
બુક વિતરણ કાર્યક્રમ આગામી તા. ૭ના , રવિવારે સવારે ૯:૩૦ થી ૧:૩૦ દરમિયાન સેમસંગ સ્ટોર, સરાઝા બેકરીની પાસે, સવન સેરેના, રૈયા રોડ ખાતે યોજાશે. અંદાજે ૧ હજારથી વધૂ વિદ્યાર્થીને લાભ મળે તેવી તૈયારી રાખેલ છે. સમારોહ સ્થળે વિનામૂલ્યે છાશ વિતરણ કરાશે.
રઘુવંશી યૂથ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પરાગ તન્ના, મિલન ઠકરાર, મહેશ રાડીયા, કપિલ નથવાણી તેમજ હાર્દીક પટેલિયા દ્વારા વધુ ને લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે ૯૮૨૫૬ ૧૧૬૯૬, ૯૯૨૫૨ ૪૪૩૩૨ તથા ૯૯૭૮૪૪૬૬૫૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. તસ્વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા રઘુવંશી યુથ ફાઉન્ડેશનના આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:24 PM IST)










