તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ દ્વારા જુલાઈમાં ભવ્યાતિભવ્ય મેગા સરસ્વતી સન્માન સમારોહ
સમારોહમાં ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને નોટબુક, સ્કૂલબેગ અને શીલ્ડ આપી સન્માનિત કરાશે : નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા હજારો જ્ઞાતિજનો ઉમટી પડશેઃ ૯મી જૂનથી ફોર્મ વિતરણ શરૂઃ ૨૫ જુન સુધીમાં ફોર્મ ભરીને પરત કરી દેવા

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૨૬-૭-૨૦૨૬ ના રોજ સમાજના વિદ્યાર્થીઓ માટે એક મેગા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં સમાજના ૩૦૦૦થી વધુ દીકરા-દીકરીઓને સંપૂર્ણ વિનામૂલ્યે ૯ ચોપડાનો સેટ, સ્કૂલબેગ અને તેજસ્વી તારલાઓને શીલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ફોર્મ વિતરણ તારીખઃ૯-૬-૨૦૨૬ થી ગાયત્રીનગર સ્થિત કાર્યાલયેથી શરૂ કરવામાં આવ્યું છે, જે પરત કરવાની છેલ્લી તારીખ ૨૫-૬-૨૦૨૬ રાખવામાં આવી છે. આ ભગીરથ કાર્યમાં સમાજના દાતાઓ અને વિવિધ સંસ્થાઓનો તન-મન-ધનથી સહયોગ સાંપડી રહ્યો છે.
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ દ્વારા પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ એમ. સોલંકી (પૂજ્ય નરેન્દ્રબાપુ ગુરુશ્રી પૂજ્ય જીવરાજ બાપુ) ની અધ્યક્ષતામાં આવતા મહિને જ્ઞાતિના વિદ્યાર્થી દીકરા-દીકરીઓના હિતાર્થે મેગા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સરસ્વતી સન્માન સમારોહ તા.૨૬-૭-૨૦૨૬ ને રવિવારના રોજ આયોજિત કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી જ્ઞાતિના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય અને પ્રોત્સાહન મળી રહે તેવા શુભ આશયથી આ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું હોવાનો એક યાદીમાં જણાવ્યું છે.
આ સમારોહમાં સમાજના હોશિયાર વિદ્યાર્થીઓ અને દીકરા-દીકરીઓને મદદરૂપ થવાના હેતુથી સંપૂર્ણપણે વિનામૂલ્યે ૧૫૦ પેજના પાકા પૂંઠાના આશરે ૯ (નવ) ચોપડાનું પેકિગ ધરાવતો એક સેટ દરેક ધોરણના વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ સાથે જ સ્કૂલબેગ તથા દરેક વર્ગમાં પ્રથમ આવનાર ૧ થી ૩ નંબરના વિદ્યાર્થી દીકરા-દીકરીઓને જ્ઞાતિ સમસ્તના શીલ્ડ આપીને હજારો વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓની હાજરીમાં સન્માનિત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સમગ્ર કડિયા સમાજના આગેવાનો, બિલ્ડરશ્રીઓ, વકીલશ્રીઓ, અધિકારીશ્રીઓ, આર્કિટેક્ટશ્રીઓ, એન્જાિનિયરશ્રીઓ, ડોક્ટરશ્રીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રીઓ વગેરે તેમજ શહેરના નામાંકિત રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ મેગા સરસ્વતી સન્માન સમારોહમાં દર વર્ષે આશરે ૨૫૦૦ થી ૩૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સહિત આશરે ૬૦૦૦ થી વધુ લોકોની હાજરી રહે છે. હાજર રહીને તાળીઓના ગડગડાટ વચ્ચે પોતાનું શીલ્ડ મેળવે છે ત્યારે નાના ભૂલકાઓના હૃદયની અંદર આનંદનો અતિરેક સમાતો હોતો નથી.
કાર્યક્રમ માટેના ફોર્મ વિતરણ તારીખઃ ૯-૬-૨૦૨૬થી ગાયત્રીનગર મેઈન રોડ, ગોપીનાથ કોમ્પ્લેક્ષ, ગ્રાઉન્ડ ફલોર, છેલ્લું બસસ્ટોપ, ભક્તિનગર સર્કલની આગળ આવેલા શ્રી ગુ.ક્ષ. કડિયા જ્ઞાતિ કાર્યાલયેથી આ માટેના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ફોર્મ મેળવવાનો સમય સવારે ૧૦ થી ૧૨-૩૦ અને સાંજે ૪-૩૦ થી ૭નો રહેશે.
ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખઃ ફોર્મ ભરીને પરત કરવાની છેલ્લી તારીખ ૨૫-૬-૨૦૨૬ નિર્ધારિત કરવામાં આવી છે.
સંસ્થાએ જણાવ્યું છે કે આધુનિક યુગમાં શિક્ષણના મહત્વને સમજીને સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ લાવવાનો આ એક નમ્ર પ્રયાસ છે. અત્યાર સુધી બાંધકામ વ્યવસાય પર આધારિત કડિયા સમાજ શિક્ષણ થકી ધીરે ધીરે ડોક્ટર્સ, એન્જાિનિયર્સ, એડવોકેટ્સ, સોફટવેર એન્જાિનિયર્સ અને સરકારી ઓફિસર જેવા અન્ય વ્યવસાયો તરફ વળવા લાગ્યો છે. શ્રી નરેન્દ્રભાઈ સોલંકીની રાહબરી અને માર્ગદર્શન હેઠળ જ્ઞાતિની તમામ સંસ્થાઓ જેવી કે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ ટ્રસ્ટ, શ્યામ વાડી ટ્રસ્ટ રાજકોટ, શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ વિદ્યાર્થી મંડળ, શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ વિદ્યાર્થી બોર્ડિગ, શ્યામ મંદિર સમિતિ રાજકોટ તેમજ અન્ય નાની સંસ્થાઓ આ ભવ્ય આયોજનને સફળ બનાવવા તન-મન-ધનથી સહયોગ આપી રહી છે. સમાજના દાતાશ્રીઓ તરફથી આ કાર્યક્રમ માટે ઉદાર હાથે ફાળો આપવામાં આવી રહ્યો છે, જેમાં અક્ષયભાઈ ગાંગાણી (રૂ. ૧,૫૧,૦૦૦), વિમલભાઈ સાપરીયા (રૂ. ૭૫,૦૦૦), અશોકભાઈ/ ભાર્ગવભાઈ એન. સોલંકી (રૂ.૫૧,૦૦૦), શ્યામવાડી (રૂ.૫૧,૦૦૦), કિશોરભાઈ પરમાર (રૂ. ૨૫,૦૦૦), ડો. પંકજભાઈ રાઠોડ (રૂ. ૨૫,૦૦૦), શાંતિભાઈ સાપરીયા (રૂ. ૨૫,૦૦૦), અમૃતલાલ નરશીભાઈ વાઘેલા (રૂ. ૨૫,૦૦૦), જયંતિભાઈ વી. ગાંગાણી (રૂ.૨૫,૦૦૦), આશિષભાઈ ટાંક - બિલ્ડર (રૂ.૨૫,૦૦૦), મનુભાઈ મારૂ - રંગોલી ફર્નિચર (રૂ.૨૧,૦૦૦) અને અતુલભાઈ મારૂ - રાધે ફર્નિચર (રૂ. ૨૧,૦૦૦) નું અનુદાન પ્રાપ્ત થયું હોવાનું પણ જણાવાયુ છે.
શિક્ષણ થકી કડિયા સમાજમાં ઝડપભેર આવી રહેલી શૈક્ષણિક ક્રાંતિ
કડિયા સમાજ મુખ્યત્વે બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલો રહ્યો છે, પરંતુ આજના ૨૧મી સદીના આધુનિક યુગમાં સમાજના આગેવાનોએ શિક્ષણનું સાચું મહત્વ સમજ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી વિનામૂલ્યે પુસ્તક સહાય અને સન્માન સમારોહ જેવા પ્રયત્નો થકી સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ આવી છે. પરિણામે, હવે કડિયા સમાજના યુવા ભાઈ-બહેનો માત્ર બાંધકામ ક્ષેત્રે જ નહીં, પરંતુ ઉચ્ચ શિક્ષણ મેળવીને ડોક્ટર્સ, એન્જાિનિયર્સ, એડવોકેટ્સ, સોફટવેર એન્જાિનિયર્સ તેમજ સરકારી અધિકારીઓ બની રહ્યા છે. સમાજનું માનવું છે કે એકવીસમી સદીમાં અન્ય સમાજો સાથે કદમ મિલાવવા અને સમાજના વડીલોનું માથું ગર્વથી ઊંચું રાખવા માટે યુવા પેઢીનું શિક્ષિત થવું અત્યંત આવશ્યક છે.
મેગા સન્માન સમારોહમાં દાતાઓનો વરસી પડયોઃ ઉદારતાપૂર્ણ સહયોગ
આવા ભવ્યાતિભવ્ય સરસ્વતી સન્માન સમારોહને સફળ બનાવવા માટે આર્થિક સહયોગ ખૂબ જ જરૂરી છે, જેમાં કડિયા સમાજના દાતાશ્રીઓ મન મૂકીને દાન આપી રહ્યા છે. આ વર્ષના કાર્યક્રમ માટે મુખ્ય દાતાઓની યાદીમાં અક્ષયભાઈ ગાંગાણી દ્વારા રૂપિયા ૧,૫૧,૦૦૦, વિમલભાઈ સાપરીયા દ્વારા રૂપિયા ૭૫,૦૦૦, અશોકભાઈ અને ભાર્ગવભાઈ એન.સોલંકી દ્વારા રૂપિયા ૫૧,૦૦૦ તથા શ્યામવાડી તરફથી રૂપિયા ૫૧,૦૦૦ નું માતબર દાન મળેલ છે. આ ઉપરાંત અન્ય શ્રેષ્ઠીઓ દ્વારા પ્રત્યેક રૂપિયા ૨૧,૦૦૦ થી ૨૫,૦૦૦ સુધીનું માતબર અનુદાન પ્રાપ્ત થયું છે જે શિક્ષણ પ્રત્યે સમાજની જાગૃતિ અને સંગઠનની અતૂટ એકતા દર્શાવે છે.
ફોર્મ વિતરણ અને કાર્યક્રમની રૂપરેખાની
અગત્યની માહિતી નોંધી રાખજો
વિદ્યાર્થીઓએ આ સન્માન સમારોહનો લાભ લેવા માટે ફોર્મ ભરવું ફરજિયાત છે. ગાયત્રીનગર મેઈન રોડ પર આવેલા ગોપીનાથ કોમ્પ્લેક્ષમાં સ્થિત શ્રી ગુ.ક્ષ. કડિયા જ્ઞાતિ કાર્યાલય ખાતેથી તારીખ ૯-૬-૨૦૨૬ થી ફોર્મ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફોર્મ મેળવવાનો સમય સવારે ૧૦ થી ૧૨-૩૦ અને સાંજે ૪-૩૦ થી ૭ સુધીનો રહેશે. ભરેલા ફોર્મ પરત કરવાની અંતિમ તારીખ ૨૫-૬-૨૦૨૬ છે. કાર્યક્રમમાં ૧૫૦ પેજના ૯ ચોપડા, સ્કૂલબેગ અને ૧ થી ૩ ક્રમાંક મેળવનારને જ્ઞાતિ સમસ્તનું શીલ્ડ એનાયત કરાશે. આ ઇનામો અને શીલ્ડ તૈયાર કરવામાં સમય લાગતો હોવાથી વાલીઓને તાત્કાલિક ફોર્મ જમા કરાવવા ખાસ અપીલ કરવામાં આવી છે.
(11:51 AM IST)










