<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

વોર્ડ નં. ૧ થી ૯ અને ૧૬ થી ૧૮ માં ભાજપ-કોંગ્રેસ-આપના ફોર્મ માન્‍યઃ વોર્ડ નં. ૧૪માં કેતન પટેલના ફોર્મ સામે વિરોધ

ભાજપના ઉમેદવાર કેતન પટેલે ખોટું સોગંદનામું કર્યાની કોંગ્રેસની રાવ : આર.ઓ. ડો. ચાંદની પરમાર સમક્ષ દલીલો ચાલૂઃ વોર્ડ નં. ર માં આપના ઉમેદવારનું ફોર્મ રદ : વોર્ડ નં. ૧૦-૧રમાં તમામ ફોર્મ માન્‍યઃ વોર્ડ નં.૧૧માં ભાજપના રક્ષીત કલોલા સામે વાંધો લેવાયો : વોર્ડ નં.૧૧માં પણ ડખ્‍ખોઃ દલીલો ચાલૂ : સતાવાર ઉમેદવારોના ફોર્મ માન્‍ય રહેલા ડમી ઉમેદવારોના ફોર્મ રદ

 

રાજકોટ, તા. ૧૩: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરાયા બાદ આજે જે તે રીર્ટનીંગ ઓફીસર સમક્ષ સવારે ૧૧ વાગ્‍યાથી ફોર્મ ભરનાર રાજકીય પક્ષોના ઉમેદવારો-પતિનિધિઓની હાજરીમાં ચકાસણી શરૂ થઇ હતી, જેમાં વોર્ડ નં. ૧ થી ૩ માં, વોર્ડ નં. ૪ થી ૬ માં અન ેવોર્ડ નં. ૭ થી ૯ માં તથા વોર્ડ નં. ૧૬, ૧૭, ૧૮ માં ભાજપ-કોંગ્રેસ-આપના ઉમેદવારોના ફોર્મ માન્‍ય રહયા હતા, વોર્ડ નં. ર માં આપના ઉમેદવાર લોખીલનું ફોર્મ મેન્‍ડેટ નહિ આપ્‍યુ હોય રદ કરાયું હતું, તો ઉપરોકત વોર્ડ નં. ૪ થી પ અપક્ષોના ફોર્મ પણ રદ થયા હોવાનું અધીકારી સૂત્રોએ જણાવ્‍યું હતું.

દરમિયાન વોર્ડ નં. ૧૧ તથા ૧૪ માં વાંધાઓ આવતા સુનાવણી ચાલૂ છે, વોર્ડ નં. ૧૪ માં ભાજપના કેતન પટેલના ઉમેદવારી ફોર્મ સામે કોંગ્રેસે વાંધો ઉછાળ્‍યો હોય બપોરે રાા વાગ્‍યે પ્રાંતસમક્ષ દલીલો ચાલુ છે, કેતન પટેલે ખોટું સોગંદનામું રજુ કર્યાનું અને ઇન્‍કમટેક્ષની ખોટી વિગતો આપવાની દલીલો ઉભી થઇ છે, આવી જ રીતે વોર્ડ નં. ૧૧ માં વાંધાઓ થતા આર.ઓ. શ્રી જોગરાણા સમક્ષ દલીલો ચાલૂ હોવાનું બહાર આવ્‍યું છે. વોર્ડ નં. ૧૧ માં ભાજપના રક્ષિત કલોલા સામે કોંગ્રેસે વાંધો લીધો છે, દલીલો ચાલૂ છે.

અત્રે એ નોંધનીય છે કે, મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ૧૧મી એપ્રિલે પૂર્ણ થઈ છે. આ દરમિયાન ૧૮ વોર્ડની બેઠકો માટે કુલ ૫૫૪ નામાંકન ફોર્મ ભરવામાં આવ્‍યા  હતા. રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા સૌથી વધુ ૨૪૩ ફોર્મ ભરવામાં આવ્‍યા છે. કોંગ્રેસ પક્ષ તરફથી ૧૪૪ ફોર્મ, આમ આદમી પાર્ટી દ્વારા ૧૨૯ ફોર્મ, બહુજન સમાજ પાર્ટી તરફથી ૧૦ અને અપક્ષ તથા અન્‍ય ઉમેદવારો દ્વારા ૨૮ ફોર્મ ભરવામાં આવ્‍યા છે. જેમાં હવે તમામ ડમીના ફોર્મ દિે થઈ જતા હવે ભાજપના ૭૨ કોંગ્રેસ ના ૭૨ અને આમદની પાર્ટીના ૬૭ જેટલા ઓમ માન્‍ય રાખવામાં આવ્‍યા છે બાકીના ૩૦૦ થી વધુ જેટલા ફોર્મ રદ કરવામાં આવ્‍યા છે.

આજે ફોર્મ ચકસણી દરમિયાન ઘણી કરવામાં આવી હતી જેમાં ભાજપ કોંગ્રેસની પાર્ટીને તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાંભ જપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તમામ ફોર્મ માન્‍યા રાખવામાં આવ્‍યા છે. જ્‍યારે અપક્ષના ફોર્મ રદ કરવામાં આવ્‍યા છે જ્‍યારે વોર્ડ નંબર ૧૧ અને ૧૪માં  ભાજપના ઉમેદવારના વાંધા લેવામાં આવતા તેમાં ચકાસણીમાં મોડે સુધી ચાલી રહી છે.

દરમિયાન બપોરે રાા વાગ્‍યે વોર્ડ નં. ૧૦ થી ૧ર ના રિર્ટનીંગ ઓફીસર શ્રી જોગરાણાએ ‘અકિલા'ને જણાવેલ કે વોર્ડ નં. ૧૦ અને ૧ર માં ભાજપ-કોંગ્રેસ-આપના તમામ ફોર્મ માન્‍ય રહયા છે, ડમી ઉમેદવારોના રદ થયા છે, જયારે વોર્ડ નં. ૧૧ માં ભાજપના ઉમેદવાર રક્ષિત કલોલા સામે વાંધો લેવાતા બન્ને પક્ષને રઃ૪પ વાગ્‍યે બોલાવાયા છે, જયારે વોર્ડ નં. ૧૧ ના અન્‍ય ઉમેદવારોના ફોર્મ માન્‍ય રહયા છે, ત્રણ વાગ્‍યા બાદ ફાઇનલ ચીત્ર આવી જશે.(૬

 

 

(3:06 PM IST)