<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

પરશુરામ દાદાનો જન્‍મોત્‍સવ ઉજવાશે : સપ્તાહભર કાર્યક્રમો

કાલે અયોધ્‍યા ચોકથી રૈયા રોડ આલાપ ગ્રીન સીટી સુધી સ્‍થાપના યાત્રા : દરરોજ રાષ્‍ટ્રગીત બાદ મહાઆરતી, નૃત્‍ય, આનંદનો ગરબો, અન્નકુટ, દાંડીયા રાસ

રાજકોટ : સ્‍વયંભૂ બ્રહ્મ સેવક રાજકોટ દ્વારા સતત પાંચમા વર્ષે ભગવાન શ્રી વિષ્‍ણુના છઠ્ઠા અવતાર આપણા આરાધ્‍ય દેવ ભગવાન શ્રી પરશુરામ દાદાનો ભવ્‍ય જન્‍મોત્‍સવની ઉજવણી તા. ૧૪ થી તા. ૧૯ સુધી કરવામાં આવશે.

તા. ૧૪ મંગળવાર ગૃહમંદિર એપાર્ટમેન્‍ટ, અયોધ્‍યા રેસીડેન્‍સી, અયોધ્‍યા ચોકથી સાંજે પ વાગ્‍યે વાજતે ગાજતે આલાપ ગ્રીનસીટી મધ્‍યે સ્‍થાપના યાત્રા નીકળશે. રાત્રે ૮:૩૦ વાગ્‍યે રાષ્‍ટ્રગીત - મહાઆરતી થશે. તા. ૧પ બુધવાર સાંજે ૮ વાગ્‍યે રાષ્‍ટ્રગાન, મહાઆરતી બાદ મહિલા પાંખ દ્વારા આયોજિત સાંસ્‍કૃતિક કાર્યક્રમો અને બાળકો માટે અલગ-અલગ સ્‍પર્ધા. તા. ૧૬ ગુરૂવાર સાંજે ૮ વાગ્‍યે રાષ્‍ટ્રગાન બાદ મહાઆરતી ત્‍યારબાદ શિવ ડાન્‍સ એકેડેમી મેહુલભાઇ જોશી અને તેમની ટીમ નૃત્‍ય અને સાંસ્‍કૃતિક ડાન્‍સ, તા. ૧૭ શુક્રવાર સાંજે ૮ વાગ્‍યે રાષ્‍ટ્રગાન મહાઆરતી બાદ મહિલા પાંખ દ્વારા દાંડીયારાસની રમઝટ તા. ૧૮ શનિવાર સાંજે ૪:૩૦ વાગ્‍યે આનંદનો ગરબો અને ત્‍યારબાદ અન્નકૂટ, સાંજે ૭ વાગ્‍યે રાષ્‍ટ્રગાન બાદ મહાઆરતી ત્‍યારબાદ ૮ થી ૧૧ સુધી લોકસાહિત્‍યકાર હર્ષિલ કનૈયા અને લોકગાયક ચિરાગભાઇ કવા કાંઠે ડાયરાની મોજ તા. ૧૯ રવિવારે સવારે ૮:૩૦ વાગ્‍યે યજ્ઞ અને ત્‍યારબાદ પરશુરામ દાદાનું ઉત્‍થાપન થશે. આમ છ દિવસ તુલસી બંગલોસ પ્રમુખ સ્‍વામી ઓડીટોરિયમ સામે, રૈયારોડએ ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. આયોજનને સફળ બનવા માટે સ્‍વયંભૂ બ્રહ્મ સેવકો આનંદભાઇ પુરોહિત, વિરલભાઇ દવે, સમીરભાઇ પંડયા, હર્ષ રાવલ, સંકેત આચાર્ય, તેજસભાઇ રાવલ, મહેશભાઇ પાઠક, મિતેષભાઇ પંડયા, સુનિલભાઇ પંડયા, વિમલભાઇ વ્‍યાસ, મનીષભાઇ દવે, વિજયભાઇ વ્‍યાસ, આકાશભાઇ રાજગોર, હેતલભાઇ શુકલા, નિપુલભાઇ જોશી, હાર્દિકભાઇ પાઠક, નીતિનભાઇ પાઠક, કશ્‍યપભાઇ પંડયા અને બ્રહ્મશક્‍તિ મહિલા પાંખ દેવિકાબેન રાવલ, જાનકીબેન દવે, ઉર્વીબેન આચાર્ય, પ્રીતિબેન વ્‍યાસ, કૃપાબેન વ્‍યાસ, કોમલબેન રાવલ, હેતલબેન રાવલ, નેહલબેન રાવલ, મનીષાબેન આચાર્ય, હેમાલીબેન રાવલ, બંસીબેન પાઠક, દેવયાનીબેન રાવલ, પલ્લવીબેન દવે, દક્ષોબન વ્‍યાસ, પ્રીતિબેન દેસાઇ, પ્રિયાબેન દવે, છાયાબેન રાવલ, દર્શનાબેન દવે, રેખાબેન દવે, કેયુરાબેન દવે, કુંદનબેન રાવલ, તૃષાબેન રાવલ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(2:18 PM IST)