<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: પડધરીમાં ભાજપના ઉમેદવારી પત્રો રજૂ

(મનમોહન બગડાઈ દ્વારા)પડધરી તા, ૧૧ :  સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં આજે ઉમેદવારી પત્ર રજૂ કરવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતની ૧૬ બેઠકના ઉમેદવારો એ પડધરી ભાજપ કાર્યાલય પર થી મામલતદાર કચેરીએ ખુબજ બહોળી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ગાજતે વાજતે રજૂ કરવામાં આવેલ. તમામ ઉમેદવારો , કાર્યકરો અને આગેવાનો વિજય સંકલ્પ સાથે શક્તિ પ્રદર્શન કરેલ.*

(2:38 PM IST)