તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
માનવોના ઉત્કર્ષ અર્થે યોજાયેલો ઉત્સવ એટલે ‘‘માનવ ઉત્કર્ષ મહોત્સવ''

રાજકોટઃ કથાઑ, કીર્તનો, ભજનો અને સંતોના સતસંગોથી પાવન થયેલી આપણાં રંગીલા રાજકોટની પવિત્ર ભોમકા પર શહેરના હદયસમા વિસ્તાર એવા રેસકોર્ષની પાવન ધરા પર આવતીકાલ શનિવારથી તા.૧૧ થી ૧૭ એપ્રિલ સુધી માનવ કલ્યાણ અર્થે રાત્રીના દરરોજ ૮:૩૦ વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થયાના સમય સુધીની સમય મર્યાદામાં યોજાનારા આ મહોત્સવમાં નાની વયના બાળકોથી માંડીને કિશોરો, યુવાનો, વડીલો, પ્રોઢો, વૃદ્ધો તેમજ પાકટ અને જૈફ વય સુધીની તમામ ઉમરના સ્ત્રી પુરૂષોને આ કાર્યકર્મમાં હાજર રહેવાનુ ભાવભર્યું અને પ્રેમપૂર્વકનું આમંત્રણ અપાયું છે તો આ કાર્યક્રમની શોભા વધારવા માટે તેમજ તેના સહભાગી થવા માટે આ મહોત્સવમાં બહોળી સંખ્યામાં ઉપલબ્ધ રહેવા માટે સમગ્ર રાજકોટવાસીઓ સહિતની જાહેર જનતાને તેમજ અન્યો સૌકોઈને જાહેરમાં અપાયેલુ ભાવભર્યું આમંત્રણ છે.
રાજકોટના આંગણે રેસકોર્ષના મેદાનમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભવ્ય આયોજન કરાયેલા ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ'ના પૂર્વાધરૂપે પરમ પૂજ્ય સ્વામી શ્રી અપૂર્વમુનિજીએ આ મહોત્સવ વિશે માહિતી આપતા એવું જણાવેલું કે આ કાર્યક્રમ માત્ર આધ્યાત્મિકતા સુધીજ મર્યાદિત નથી પરંતુ તેમાં વ્યસનમુક્તિ, પારિવારિક શાંતિ અને જીવન જીવવા માટેની સાચી કળા શીખવાનો પણ સોનેરો અવસર પ્રાપ્ત થશે.
માનવ ઉત્કર્ષ થકી સમાજમાં સામાજિક ઉત્થાનની ક્રાંતિ લાવવાના આ ભગીરથ પ્રયાસને પવિત્ર પર્વ એટ્લે કે ઉત્સવ કહેવાય છે. આમ તો ઉત્સવ એ મૂળ તો વિશ્વની સૌથી પ્રાચીન અને શાસ્ત્રીય ભાષાઓમાં સૌની પ્રમુખ ગણાતી આપણાં પૌરાણિક ભારતની આર્ય ભાષા સંસ્કૃતમાંથી લેવાયેલો એક એવો પવિત્ર શબ્દ છે જેનો સાવ સીધો, સહેલો અને સૌથી સરળ અર્થ થાય છે આનંદ, ખુશી, તહેવાર, ઉચ્છવ અથવા તો કોઈ મંગળ પ્રસંગ.
ઉત્સવ શબ્દ એ હકીકતમાં સંસ્કૃતના બે અલગ અલગ શબ્દો ઉત અને ‘સવ'ને ભેગા કરીને એકબીજા સાથે જોડીને બનાવાયેલો એક પવિત્ર શબ્દ છે જેમાં ‘ઉત' શબ્દનો અર્થ થાય છે ઉછળવું કે પ્રગટવું અને ‘સવ' શબ્દનો અર્થ થાય છે દૂર કરવું મતલબ કે દુન્યવી દુઃખ દૂર કરીને આનંદ પ્રગટાવવો અથવા તો દુઃખને દૂર કરીને આનંદની પ્રતિતિ કરવી.
આપણાં કોમળ હૃદયની અંદર ઉછાળા મારતી, પ્રગટતી કે હિલોળા લેતી આનંદ કે ખુશીની એ અમુલ્ય પળો કે જેમાં આપણો આત્મા આપણાં મન, હદય અને તન સાથે સંલગ્ન થઈને તેમાં સંપૂર્ણપણે વિલીન થઈ જાય તેને ઉત્સવ કહેવાય છે અને એવીજ રીતે આપણા કોમળ હ્દયને જ્યારે પ્રભુ સાક્ષાત પોતાના સ્વરૂપનો પોતાના અસ્તિત્વનો અનુભવ કરાવી તેનો સાક્ષાત્કાર કરાવે એવી અમુલ્ય ક્ષણ કે જેમાં આપણા આખા શરીરનું રોમેરોમ પુલકિત થઇ જાય અને આપણને પ્રભુના અસ્તિત્વ સિવાય આજુબાજુની દુનિયાનું કોઇજ ભાન કે ગતાગમના રહે એવી શરીરની પરમ ભાવાત્મક સ્થિતિને મહોત્સવ કહેવાય છે.
માનવ કલ્યાણના એકમાત્ર ઉદેશથી આયોજવામાં આવેલો આવોજ એક મહોત્સવ ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ'ના નામથી રંગીલા રાજકોટના શાસ્ત્રી મેદાનમાં સાકાર લઈ રહ્યો છે જેમાં પોતાનું ભલું કરવાનું ઇચ્છનારા દરેક માનવોએ તન અને મનથી આ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેવું કારણકે વિશ્વમાં પહેલીજવાર આપણાં સનાતન હિન્દુ ધર્મની મૂળ સંસ્કૃત ભાષાના કંઠસ્થ કરાયેલા ૪૦૦થી વધુ વૈદિક સ્લોકો વડે માત્ર ૩ વર્ષથી ૧૩ વર્ષ સુધીની સગીર વયના બાળકો અને બાલિકાઓ આ મહોત્સવમાં યજ્ઞ જેવી પવિત્ર વેદી સંપન્ન કરશે.
માનવીય સદગુણોનો અહેસાસ કરાવતો આ ઉત્સવ એ માનવતાનો એક મહામૂલ્યવાન મહોત્સવ છે જેમાં પ્રત્યેક વ્યક્તિ માનવીયતાના ગુણધર્મો અપનાવીને એક આદર્શ માનવ બની શકે છે. ઈશ્વરે માનવને આપેલા વિકસીત શારીરિક આકારમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થઈ શકે નહીં પરંતુ માનવીયતાના આચાર, વિચાર, વ્યવહાર અને સદાચાર જેવા ગુણો સદગુણોમાં રૂપાંતરિત થઈ જાય તેવા શુભ આશ્રયથી આ સાત દિવસના માનવ ઉત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
માનવ ઉત્સવ મહોત્સવમાં દરરોજ અલગ અલગ વિષયો પર એઆઈ ના માધ્યમથી ચલચિત્રો, વિઝ્યુયલ ઇફેક્ટ્સ, સ્ક્રિપ્ટ, ડ્રામા અને ડાન્સ જેવા પ્રેઝન્ટેશનથી સફળતા, ફેમિલી બોંડિગ, બાલ સંસ્કાર તેમજ નવી પેઢીને વ્યસન અને દૂષણ મુક્ત કરી કઈ રીતે તેમનામા દેશપ્રેમની ભાવના જગાડવી તેમને સંસ્કારી બનાવવા અને પરમાત્મા હોવા છતાંપણ સંસારમા ઉદભવી રહેલા દરેક પ્રશ્નોનુ નિવારણ અને નિરાકરણ માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
માનવ ઉત્સવ મહોત્સવમાં લોક જાગૃતિ અંગેના ચલચિત્રો છે, નાટકો છે, નૃત્યો છે તેમજ તેમાં ટ્રાફિક અવેરનેસ અંગેનું તેમાં એક્ઝિબિશન પણ છે. તેમાં સિવિક સેન્સ, રેઝિટેરિયાનીઝ્મ, ઘર સભા, ફેમિલી બોન્ડીંગ, પરિવાર સંપ જેવા માનવ ઉપયોગી જેવા બધાજ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.
જેમ પાણીમાં ડૂબકી લગાવનાર વ્યક્તિ પાણીથી ભીંજાયા વગર રહી ના શકે તેવીજ રીતે આ મહોત્સવમાં થતી દિવ્ય વાણીના વિનય વરસાદથી ત્યાં હજાર રહેલા ભાવિકો ભીંજાયા વગર રહી શકે નહીં.
આ મોહત્સવમાં સહભાગી થવા આવનારા દરેક લોકો ભક્તિના રસથી તરબોળ થઈને ધર્મના રસથી રંગાશે અને સંસ્કારના સાગરથી જાત પલાળીને દરેક વ્યક્તિ તેમના જીવનમાં એક ડગલું તો ચોક્કસપણે આગળ વધશેજ.
રાજકોટ શહેરના રાજમાર્ગો પર છેલ્લા કેટલાયે દિવસોથી BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ' નિમિત્તે સિટીના દસથી વધુ ટ્રાફિક સિગ્નલ્સ અને સર્કલ્સ પર યુવકો અને યુવતીઓ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેનો એકમાત્ર ઉદેશ નાગરિકોમાં સકારાત્મક વિચારધારા કેળવવાનો અને તેમના જીવનમાં ઉદભવેલી દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન અને નિરાકરણ કરાવવાનો છે. ગ્ખ્ભ્લ્ સંસ્થા એ માત્ર આધ્યાત્મિકતા માટેજ નહીં પરંતુ સામાજિક ઉત્થાન માટે પણ કાર્યરત છે.
માનવ ઉત્સવ મહોત્સવમાં વ્યસનમુક્તિ, પારિવારિક શાંતિ અને જીવન જીવવાની સાચી કળા વિશે પણ માર્ગદર્શન આપવામાં આવશે.
આજના આધુનિક યુગમાં ઝડપથી પસાર થતા સમયમાં આપણે આપણાં પરિવાર સાથેના સાચા સંબંધો ભૂલી રહ્યા છીએ. ચારે દિશાઓમાં ભાગતુ આપણું બેકાબુ મન નબળી કડીમાં ફસાતાજ કમજોર પડે છે જેના કારણે આપણને આપણા આત્મામાં રહેલી શ્રદ્ધા તૂટે છે અને આત્મ વિશ્વાસ ડગમગે છે. ઘરમાં સુવિધાઓ છે પરંતુ શાંતિ નથી. એશો આરામ છે પરંતુ સંતોષ નથી. પરિવારમાં બધાને એકબીજા પ્રત્યેય પ્રેમ છે પરંતુ કોઈને કોઈના માટે સમય નથી.
આપણાં વડીલોએ ક્યારેયપણ આપણને આપણાં સનાતન હિન્દુ ધર્મની અસ્મિતા સમજાવી છે ખરી. માતપિતાએ ક્યારેય તેમની દીકરીઓને મર્યાદાની વાતો કરી છે ખરી.
આજના યુવાનો આધુનિકતાના સંગે અધ્યાત્મિકતાને અવગણી રહ્યા છે જેના કારણે દરેક યુવાનો પાસે પોતાના સપનાઓ હોવા છતાંપણ તેઓ તેમના લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી અને સફળ થઈ શકતા નથી. સંકલ્પો સિદ્ધ કરવાની સફર ક્યારેય સહેલી હોતીજ નથી.
તમારા, મારા અને આપણાં બધાના મનમાં ઉદભાવતા આવા સેંકડો સવાલોના જવાબો મેળવવા માટે તેમજ આપણાં પરિવારને ફરી જોડવા માટે ચાલો પધારો માનવ ઉત્સવ મહોત્સવમાં જ્યાં તમને તમારા સવાલોના સંતોષકારક જવાબો સાથે મળશે સતર્કતા અને સાવધાનીની અદભૂત વાતો અને સાથે મળશે મજબૂત મનોબળ સાથે જીવન જીવવા માટેની સ્પષ્ટ દિશા તો જીવન ઉત્કર્ષ તરફે નવું પગલું ભરવા ચાલો જઈએ માનવ ઉત્સવ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય વિધ્વાન વક્તા, મોટીવેશનલ સ્પીકર અને BAPSના અદભૂત વક્તા સંત પૂજ્ય શ્રી અપૂર્વમુનિ સ્વામીના મુખેથી પ્રગટતી અમૃતિ વાણીનું અધ્યાત્મિક, આલોકિક અને દિવ્ય રસપાન કરવા
કમલ જારોલી
એડવોકેટ અને નોટરી,
રાજકોટ (૮૧૬૦૩ ૧૧૦૧૬)
(3:39 PM IST)










