News of Friday, 10th April 2026
કે. આર. મ્યુઝિકલ ગ્રુપ દ્વારા મણીયાર હોલમાં કાલે લાઇવ મ્યુઝિકલ કાર્યક્રમ

તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કે. આર. મ્યુઝિકલ ગ્રુપના કાશ્મિરાબેન રાઠોડ, પ્રભુદાસભાઇ રાજાણી, મયુરભાઇ કારીયા, દિનેશભાઇ શુકલ, અરૂણભાઇ લાઠીગરા, રાજેશભાઇ ભટ્ટ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા) (૧૬.૫)
રાજકોટ તા. ૧૦ : સંગીત પ્રેમીઓ માટે કે.આર. મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કાલે તા. ૧૧ના શનિવારે લાઇવ મ્યુઝિકલ પ્રોગ્રામનું આયોજન કરાયુ છે.
અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે કાલે રાત્રે ૮.૩૦ વાગ્યાથી શરૂ થનાર આ કાર્યક્રમમાં ૨૦થી વધુ ગાયકો દ્વારા ૪૦થી વધુ જુના ફિલ્મી ગીતોની રજુઆત થશે. ઓર્ગેનાઇઝર કાશ્મીરાબેન રાઠોડ અને મ્યુઝિક એરેન્ઝર તરીકે બીપીન મકવાણા સેવા આપશે. જયારે એન્કરીંગ પ્રભુદાશ રાજાણી સંભાળશે.
સંગીતમાં રસધરાવતા સૌ કોઇને વિનામુલ્યે પ્રવેશ મળશે. વધુ વિગતો માટે મો.૯૭૨૩૮ ૫૦૫૦૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કે. આર. મ્યુઝિકલ ગ્રુપના કાશ્મિરાબેન રાઠોડ, પ્રભુદાસભાઇ રાજાણી, મયુરભાઇ કારીયા, દિનેશભાઇ શુકલ, અરૂણભાઇ લાઠીગરા, રાજેશભાઇ ભટ્ટ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:54 PM IST)










