<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

જય વેલનાથ યુવા મંચ દ્વારા રવિવારે સર્વજ્ઞાતિય સમુહલગ્નઃ ૨૯ દીકરોઓ પ્રભુતામાં પગલા પાડશે

મહાનુભાવો, દાતાઓની ઉપસ્‍થિતિઃ કરીયાવરમાં ૧૧૧થી વધુ વસ્‍તુઓ અપાશે

રાજકોટઃ જય વેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા શહેરના આંગણે અઢારેવરણને સાથે રાખીને સર્વે જ્ઞાતિ સમુહલગ્નોત્‍સવનું અતિ ભવ્‍યશાહી અને જાજરમાન ઠાઠ-માઠ સાથે તા.૧૨ રવિવારે સાંજે ૪:૩૦ થી રાત્રે ૧૦ સુધી કુવાડવા રોડ, ગ્રીનલેન્‍ડ ચોકડી, રીયલ મેળાના ગ્રાઉન્‍ડ ખાતે સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. મહાનુભાવો, સામાજીક શ્રેષ્‍ઠીઓ ઉપસ્‍થિત રહેશે. ૨૯ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.

આ સમુહલગ્નમાં દિકરીઓને કરિયાવરમાં સ્‍માર્ટ ટી.વી., સોનાની ચુક, ચાંદીની ગાય, ચાંદીનો તુલસીનો ક્‍યારો, સેટી, કબાટ કુલ ૧૧૧ ચીજવસ્‍તુઓ આપવામાં આવશે. આ સમુહ લગ્નમાં લગ્ન મંડપ અલગ અને અનોખા શાહી મંડપમાં દીકરીઓના લગ્ન કરવામાં આવશે. તમામ મહાનુભાવોનું શાહી સ્‍વાગત કરવામાં આવશે. આ લગ્નમાં શરણાઈ, ઢોલ, છત્રીઓ તેમજ મધુર લગ્નગીત રાખેલ છે.  જે દીકરીઓના પિતા ન હોય તેવી દિકરીઓના પાંચ વર્ષ સુધી મામેરા પણ જયવેલનાથ યુવા મંચ દ્વારા આપવામાં આવશે. તેમ જય વેલનાથ યુવા મંચ પ્રેરિત સર્વે જ્ઞાતિ સમુહલગ્નોત્‍સવ આયોજન સમિતિની અખબાર યાદીમાં જણાવેલ છે.

તસ્‍વીરમાં સંસ્‍થાના આગેવાનો સંદિપભાઈ બાબરીયા, દિપકભાઈ માનસુરીયા, સંજયભાઈ વડેચા, અંકિતભાઈ રૈયાણી, વિજયભાઈ સોલંકી, દેવાંગભાઈ કુકાવા, યશભાઈ પરમાર, પ્રવિણભાઈ તેરવાડીયા, વિપુલભાઈ ઉઘરેજા, ધવલભાઈ સુરેલા, કમલેશભાઈ કોરડીયા, વિજયભાઈ રાઠોડ અને જગદિશભાઈ રાઠોડ નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:41 PM IST)