<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

એટલાન્‍ટિસ હિલ્‍સ સોસાયટી ખાતે વર્લ્‍ડ નવકાર ડેની ઉજવણી

 

રાજકોટઃ એટલાન્‍ટિસ હિલ્‍સ સોસાયટી રૈયા ધારના આંગણે વિશ્‍વ નવકાર મહામંત્ર દિવસની ભાવસભર ઉજવણી કરવામાં આવેલ. આજે જયારે વિશ્‍વ શાંતિ અને વિશ્‍વ કલ્‍યાણ માટે આખાયે વિશ્‍વના ૧૦૮ દેશોમાં ૬૦૦૦ થી વધુ સ્‍થળો પર આયોજિત વિશ્‍વ મહામંત્ર દિવસની ભાવસભર ઉજવણી કરવામાં આવેલ છે. ત્‍યારે આ ઉજવણીમાં સોસાયટીના પરિવારજનો ભાવથી જોડાઇ સવારે ૭-૪પ થી ૯ દરમિયાન નવકાર મંત્રનો સમૂહ જાપ કરેલ. આ સમગ્ર ઉજવણીમાં એટલાન્‍ટિક હિલ્‍સ પરિવારના સર્વે ભાઇ બહેનોએ જહેમત ઉઠાવેલ હતી.

(2:21 PM IST)