તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
મવડીમા ૨૩ મીથી પૂ.ગીરીબાપુના વ્યાસાસને 'ગૌ ધામ શિવકથા'
જય સરદાર ગૌશાળા જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ કોઠારીયા દ્વારા આયોજન ઃરાજભા ગઢવી, હિતેશ અંટાળા, અલ્પા પટેલ,યોગીતા પટેલ, પ્રદીપ પાઘડી, કૌશિક પટેલ, શ્રુતિ પટેલનો કાર્યક્રમ

રાજકોટ તા.૧૦ઃ રાજકોટના આંગણે શિવ કથાકાર પૂ.ગીરીબાપુના વ્યાસાસને ભવ્યાતિભવ્ય ૅગૌ ધામ શિવકથૉનું આયોજન કરવામાં આવ્યું છે.તા.૨૩-૪-૨૦૨૬ થી તા.૧-૫-૨૦૨૬ સુધી દરરોજ બપોરે ૩ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી અમૃત વાટિકા ગ્રાઉન્ડ, સર્વોદય સ્કૂલની સામે ૮૦ ફૂટ રોડ,મવડી,રાજકોટ ખાતે જય સરદાર ગૌશાળા જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ કોઠારીયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.
દૈનિક કથા કાર્યક્રમ
પવિત્ર ગૌધામ શિવ કથા ભકિત, જ્ઞાન અને સંસ્કૃતિનો પાવન ઉત્સવ છે. નવ દિવસ સુધી ચાલનારી આ કથામાં ભગવાન શિવના મહિમા, ધર્મના સિદ્ધાંતો અને જીવનમૂલ્યોનું સરળ અને પ્રેરણાદાયક વર્ણન કરવામાં આવશે. આ પાવન પ્રસંગે ભકતો કથા શ્રવણ દ્વારા આધ્યાત્મિક શાંતિ, પ્રેરણા અને ધાર્મિક લાભ પ્રાપ્ત કરશે.
પોથીયાત્રા તા. ૨૩-૦૪-૨૦૨૬ ને ગુરુવારે સવારે ૮ વાગ્યે પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી વિધિવત પ્રસ્થાન કરશે.
પ્રથમ દિવસે તા.૨૩-૦૪-૨૦૨૬ ને ગુરુવારે બપોરે ત્રણ વાગ્યે શિવ કથા નો પ્રારંભ થશે. તા.૨૪ થી તા.૨૭ સુધી દરરોજ બપોરે ૩ થી ૬ દરમિયાન શિવકથાનું પૂ. ગીરીબાપુ રસપાન કરાવશે.તા.૨૮ ને મંગળવારે સતી પ્રાગટ્ય,તા.૨૯ ને બુધવારે શિવ પાર્વતી વિવાહ તથા તા.૩૦ ને ગુરુવારે શિવ કથાનુ રસપાન તથા તા.૧-૫-૨૦૨૬ને શુક્રવારે સવારે ૯ વાગ્યે શ્રી શિવકથા વિરામ લેશે.
લોક ડાયરો-સંતવાણી-હસાયરો
ગૌમાતાના સાનિધ્યમાં આયોજિત આ પવિત્ર પ્રસંગમાં બાલાજી દાદાની કૃપાથી દરરોજ સાંજે ૬ઃ૦૦ વાગ્યે ભોજન પ્રસાદ તથા દરરોજ રાત્રે ૮ઃ૦૦ કલાકે વિશેષ રાત્રિ કાર્યક્રમ સંતવાણી તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં તા.૨૫ એપ્રિલે અલ્પા પટેલ, હિતેશ અંટાળા તા.૨૬ ને રવિવારે યોગીતા પટેલ, પ્રદીપ પાઘડી, કૌશિક પટેલ તથા તા. ૨૭ને સોમવારે રાજભા ગઢવી અને શ્રુતિ પટેલનો કાર્યક્રમ યોજાયો છે.
જય સરદાર ગૌશાળા
એક સેવા યજ્ઞ
જય સરદાર ગૌશાળા ગૌસેવા, સંરક્ષણ અને સંસ્કૃતિના મૂલ્યોને જીવંત રાખવાનો એક પવિત્ર પ્રયાસ છે. અહીં ૧૦૦૦ કરતા વધુ સેવાભાવી કાર્યકરો નિસ્વાર્થ ભાવ અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ગૌમાતાની સેવા માટે સમર્પિત છે.
ગૌમાતાઓને અહીં માત્ર આશ્રય આપવામાં આવતો નથી, પરંતુ લાડકવાયા સંતાન સમાન પ્રેમ અને સંરક્ષણ સાથે આત્મીયતાથી સંભાળ રાખવામાં આવે છે. અહીં ગૌમાતાઓનું દોહન કરવામાં આવતું નથી અને ગૌઉત્પાદનોનો કોઈ પણ પ્રકારનો વેપાર કરવામાં આવતો નથી; ગાયનું દૂધ માત્ર નાના વાછરડાઓ માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે.
જન્મતિથિ અને સ્મૃતિદિવસે દાન માંગવાને બદલે ભકતોને પોતાના હાથે ગૌમાતાને લીલું ઘાસ ખવડાવી સેવા કરવાનો અવસર આપવામાં આવે છે. આવા અનેક સેવાકાર્યો દ્વારા ગૌસેવા થકી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને સમાજમાં જીવંત રાખવાનો પવિત્ર સંકલ્પ સતત કાર્યરત છે.
ગૌમાતાઓ માટે રોજિંદી લીલા ઘાસયારા અને પૌષ્ટિક આહારની સુવ્યવસ્થિત વ્યવસ્થા, ગૌમાતાઓના સ્વાસ્થ્ય માટે અનુભવી અને નિષ્ણાંત ગૌ-ચિકિત્સકો દ્વારા સારવાર,
ગૌમાતાઓ માટે સુરક્ષા, સ્વચ્છતા અને શુદ્ધ પાર્ણી સાથે સજ્જ આધુનિક ગૌશાળા, ગૌ સેવા દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની સમાજમાં જાગૃતિ માટે કાર્યક્રમો થઈ રહ્યા છે.
જય સરદાર ગૌસેવા
સમાજ ટ્રસ્ટ ટીમ
જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ (કોઠારીયા)ના સંચાલક ટ્રસ્ટી મંડળના ચેરમેન ગોરધનભાઈ અરજણભાઇ લક્કડ,વાઇસ ચેરમેન જયેશભાઈ પાંચાભાઇ સોરઠીયા, પ્રમુખ ડાયાભાઇ નરશીભાઈ અકબરી,ઉપ પ્રમુખ જેનિશભાઈ આંબાભાઈ ડોબરીયા,ટ્રસ્ટી રમેશભાઈ ગોરધનભાઈ સીદપરા,મંત્રી ઘનશ્યામભાઈ બાબુભાઈ પાંભર,સહ મંત્રી મહેશભાઈ મગનભાઈ વેકરીયા, ખજાનચી દિનેશભાઈ ભોજાભાઈ મેઘાણી,સહ ખજાનચી રસિકભાઈ નાનજીભાઈ મૂંગરા,આયોજન સમિતિના ભુપતભાઈ નાનજીભાઈ ઘીયાડ, મહેન્દ્રભાઈ કરશનભાઈ વાછાણી,ટ્રસ્ટીઓ મનસુખભાઈ માધાભાઈ ખાત્રાણી, સંજયભાઈ ગણેશભાઈ ખાત્રાણી, ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ સોજીત્રા, જેરામભાઈ જીવરાજભાઈ રૈયાણી, ખોડીદાસભાઈ એન. પાનસુરિયા , અશોકભાઈ મોહનભાઈ વેકરીયા,ડૉ. સંજયભાઈ તુલસીભાઈ ખૂંટ, કરમશીભાઈ રણછોડભાઈ પરસાણા સહિતની ટીમ તથા જુદી જુદી સંસ્થાઓના હોદ્દેદારો અને દાતાઓ જહેમત ઉઠાવે છે.
રાજકોટના મવડી વિસ્તારમાં પૂ.ગીરીબાપુના વ્યાસાસને આયોજિત શિવકથામા સૌ ભાવિકોને ઉપસ્થિત રહેવા જય સરદાર ગૌશાળા(રાજકોટ-કોઠારીયા) દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
સંપર્ક સૂત્ર
વધુ માહિતી માટે જય સરદાર ગૌશાળા, જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ-કોઠારીયા કિસાન પંપની પાછળ, શીતળા માતાજીના મંદિર પાસે,નેશનલ હાઇવે ગોંડલ રોડ,રાજકોટ કોઠારીયા (મો.૯૮૯૮૦ ૩૦૨૬૬, મો.૯૮૯૮૫ ૩૧૨૩૯) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
(11:37 AM IST)










