તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
રાજકોટના કાળીપાટ (ત્રંબા પાસે) સ્થિત બી.જી. ગરૈયા કોલેજ કેમ્પસમાં ગરૈયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન
પિતૃઓના મોક્ષાર્થે યોજાનાર આ જ્ઞાનયજ્ઞમાં સુરતના વ્યાસપીઠ પરથી શાસ્ત્રીશ્રી પંકજભાઈ જાની કથામૃત પીવડાવશેઃ દરરોજ રાત્રિના ભવ્ય ડાયરા અને પ્રવચનોનું પણ આયોજન

રાજકોટ: રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા કાળીપાટ ગામ નજીક બી.જી. ગરૈયા કોલેજ કેમ્પસમાં ગરૈયા પરિવાર દ્વારા પોતાના સ્વર્ગસ્થ પિતૃઓના મોક્ષાર્થે આગામી તા. ૨૩ એપ્રિલથી ૨૯ એપ્રિલ ૨૦૨૬ સુધી 'શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રીશ્રી પંકજભાઈ જાની (ઉમરાળાવાળા, હાલ સુરત) વ્યાસપીઠ પર બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દરરોજ રાત્રે લોકડાયરા, ગીતા પ્રવચન અને મહારાસોત્સવ જેવા ભવ્ય કાર્યક્રમો પણ યોજાશે.
રાજકોટના કાળીપાટ (ત્રંબા પાસે) સ્થિત બી.જી. ગરૈયા કોલેજ કેમ્પસ ખાતે ભવ્ય 'શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભગીરથ કાર્ય ગરૈયા પરિવાર દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતૃઓના અંતરીક્ષના આશીર્વાદથી અને તેમના મોક્ષ પ્રાપ્તિ અર્થે યોજવામાં આવ્યું છે. આ પિતૃઓમાં સ્વ. નારણભાઈ પીઠાભાઈ ગરૈયા, સ્વ. ગોવિંદભાઈ નારણભાઈ, સ્વ. જીવાભાઈ નારણભાઈ, સ્વ. ભીમાભાઈ નારણભાઈ, સ્વ. બચુભાઈ ગોવિંદભાઈ, સ્વ. નાનાભાઈ ગોવિંદભાઈ, સ્વ. વિરાભાઈ બચુભાઈ, સ્વ. મેંદેબાઈમાં નારણભાઈ, સ્વ. રૂપણબાઈમાં ગોવિંદભાઈ, સ્વ. વાલબાઈમાં જીવાભાઈ, સ્વ. દેવુબેન બચુભાઈ, સ્વ. રાધાબેન નાનાભાઈ, સ્વ. રવિ વનરાજભાઈ તથા સ્વ. કુમારિકા પૂનબાઈબેન નારણભાઈ ગરૈયાનો સમાવેશ થાય છે.
કથાનો મંગલ પ્રારંભ વૈશાખ સુદ છઠ્ઠને ગુરુવાર, તા. ૨૩ એપ્રિલના રોજ થશે. જ્યારે કથાની પૂર્ણાહુતિ વૈશાખ સુદ તેરસને બુધવાર, તા. ૨૯ એપ્રિલના રોજ થશે.
કથા શ્રવણનો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. કથામાં પધારનાર સર્વે ભાવિક ભક્તો માટે દરરોજ બપોરે અને સાંજે પ્રસાદની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ રૂડા અવસરના નિમંત્રક તરીકે ગરૈયા વનરાજભાઈ બચુભાઈ, ગરૈયા રામભાઈ બચુભાઈ, ગરૈયા એભલભાઈ બચુભાઈ, ગરૈયા મનોજભાઈ વિરાભાઈ અને ગરૈયા મેહુલભાઈ વિરાભાઈએ સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.
વ્યવસ્થાના ભાગરૂપે અનીલભાઈ રાઠોડ (મોબાઈલ નંબર: ૯૯૭૮૯૨૪૬૦૮) અને રવિભાઈ ડાંગર (મોબાઈલ નંબર: ૮૦૦૦૦૬૧૧૬૧) નો સંપર્ક કરી શકાશે.
આ મહોત્સવને સફળ બનાવવા અને દર્શનાભિલાષી તેમજ સ્નેહાધિન તરીકે પરિવારના સભ્યો સર્વેશ્રી જેસીંગભાઈ જીવાભાઈ, પ્રભાતભાઈ જીવાભાઈ, એભલભાઈ નાનાભાઈ, વિક્રમભાઈ નાનાભાઈ, રાજ રામભાઈ, દેવાંશ એભલભાઈ, મહિરાજ પ્રભાતભાઈ, પ્રતાપ એભલભાઈ, પૃથ્વી એભલભાઈ, કૃપાલ વિક્રમભાઈ અને માધવ વનરાજભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે.
આ ઉપરાંત આ ધાર્મિક આયોજનને બી.જી. ગરૈયા આયુર્વેદ કોલેજ, બી.જી. ગરૈયા હોમીયોપેથીક કોલેજ, નોબલ ડે એન્ડ બોર્ડિંગ સ્કૂલ (કાળીપાટ), માઉન્ટ પેલેસ હોટલ (પેડક રોડ), નોબલ સ્કૂલ્સ (આર્યનગર), નોબલ વિદ્યાલય (રામેશ્વર પાર્ક), વાસુદેવ વિદ્યાલય (કર્મચારી સોસાયટી), મોનસ્ટર જીમ (પેડક રોડ) અને લાપા ટોયઝ પ્રા. લિ. દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
*શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞના પુનિત અવસરો**
* શ્રી ભાગવતજીની શોભાયાત્રા: તા.૨૩ ગુરુવાર સવારે ૯ કલાકે
*શ્રી કપિલ ભગવાન જન્મ: તા.૨૪ શુક્રવાર સાંજે ૫ કલાકે
* શ્રી નૃસિંહ પ્રાગટ્ય: તા.૨૫, શનિવાર સાંજે ૫-૩૦ કલાકે
* શ્રી વામન જન્મ: તા.૨૬, રવિવાર સવારે ૧૧ કલાકે
* શ્રી રામ જન્મ: તા.૨૬ રવિવાર બપોરે ૪ કલાકે
* શ્રી કૃષ્ણજન્મ નંદમહોત્સવ: તા. ૨૬ રવિવાર સાંજે ૬ કલાકે
* શ્રી ગોવર્ધન લીલા: તા. ૨૭, સોમવાર સાંજે ૫ કલાકે
* શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ: તા. ૨૮, મંગળવાર સાંજે ૫ કલાકે
* શ્રી ભક્તરાજ સુદામા ચરિત્ર: તા.૨૯ બુધવાર સવારે ૧૧ કલાકે
* કથા વિરામ (પૂર્ણાહુતિ): તા. ૨૯ બુધવાર બપોરે ૪-૩૦ કલાકે
*દરરોજ રાત્રીના વિશેષ કાર્યક્રમો*
* તા. ૨૩ (ગુરુવાર): રાત્રે ૮ કલાકે ગીતા પ્રવચન
* તા. ૨૪ (શુક્રવાર): રાત્રે ૮ કલાકે વશિષ્ઠનાથજીનું પ્રવચન
* તા. ૨૫ (શનિવાર): રાત્રે ૯ કલાકે લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો ભવ્ય લોકડાયરો
* તા. ૨૬ (રવિવાર): રાત્રે ૮ કલાકે સુંદરકાંડ પાઠ
* તા. ૨૭ (સોમવાર): રાત્રે ૮ કલાકે મહા રાસોત્સવ
* તા. ૨૮ (મંગળવાર): રાત્રે ૯ કલાકે પ્રવિણભાઈ આહીર (લોક સાહિત્યકાર) તથા ગુલાબદાન બારોટનો કાર્યક્રમ
(1:20 AM IST)










