તા. ૧૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૨ રવિવાર
News of Thursday, 9th April 2026
ભાજપના સંભવીત ઉમેદવારોના નામો
૧૦ થી ૧પ જુના જોગીઓને મેદાનમાં ઉતારાય તેવી શકયતાઃ નવા ચહેરાઓને પણ સ્થાન

રાજકોટઃ આધારભુત રાજકીય સુત્રોના જણાવ્યા મુજબ વોર્ડ નં.૧ માં ડો.મોરઝરીયા અથવા તેમના ધર્મપત્ની, વોર્ડ નં. ર માં જયમીન ઠાકરને રીપીટ કરાશે. વોર્ડ નં. ૩માં નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા) હેમુભાઇ પરમાર, વોર્ડ નં. ૪ માં અશ્વીનભાઇ મોલીયા અથવા તેમના પુત્રવધુ, કાળુભાઇ કુંગસીયા, વોર્ડ નં. પ માં દિલીપભાઇ લુણાગરીયા, અશ્વીનભાઇ મકવાણા, રસીલાબેન સાકરીયા, કલ્પનાબેન કયાડના નામો વહેતા થયા છે.
જયારે વોર્ડ નં. ૬ માં પરેશ પીપળીયા (પી.પી.) વોર્ડ નં. ૭ માં નેહલ શુકલ તથા દેવાંગ માંકડ, રાજુ વાઘેલા, દર્શન ભીલ તથા અવિ મકવાણાને તક મળવાની સંભાવના છે. વોર્ડ નં. ૮ માં ડો.દર્શનાબેન પંડયા રીપીટ થવાની શકયતા છે. જયારે મનીષ ભટ્ટ તથા સંજય દવેના નામો પણ રેસમાં છે. જયારે ઓબીસી બેઠક માટે રઘુભાઇ ધોળકીયા તથા રમેશભાઇ ચાવડીયાનું નામ ચર્ચામાં છે. ઉપરાંત અહીથી જૈન તથા કડવા પાટીદાર સમાજમાંથી મહિલા ઉમેદવારને ભાજપ તક આપી શકે છે વોર્ડ નં. ૯ માં જાગૃતીબેનનું નામ ઉપસી આવ્યું છે.
જયારે વોર્ડ નં. ૧૦માં ઘનશ્યામભાઇ હેરભા તથા પરેશ હુંબલ, તેમજ અજસિંહ વાઘેલા, વોર્ડ નં. ૧રમાં પ્રદીપ ડવ, વોર્ડ નં. ૧૩માં નીતીન રામાણી અથવા સુરેન્દ્રસિંહ વાળા તેમજ ડાંગર પરિવારમાંથી મહિલાને ટીકીટ મળી શકે છે. વોર્ડ નં. ૧૪ માં કેતન પટેલ, વર્ષાબેન રાણપરાને ઉમેદવાર બનાવી શકે છે ભાજપ વોર્ડ નં. ૧૬માં સુરેશભાઇ વસોયા, વલ્લભભાઇ પરસાણા તથા જીતુભાઇને ભાજપ મેદાનમાં ઉતારી શકશે છે. શહેરના વોર્ડ નં. ૧૭માંથી વિનુભાઇ ધવાના પુત્રનું નામ પણ ચર્ચામાં છે. વોર્ડ નં. ૧૮માં શૈલેષભાઇ પરસાણા તેમજ મયુરસિંહ જાડેજાના ધર્મપત્નીને પણ તક મળી શકે તેમ છે.
(3:43 PM IST)










