તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th April 2026
ગુજરાતમાં સોૈથી મોટા બાળ સાહિત્ય મેળાનું રાજકોટમાં શનિ-રવીવારે ભવ્ય-દિવ્ય આયોજન
૩ થી ૧૫ વર્ષના વિદ્યાર્થીઓ ફેસ બુક કરતા બુકને ફેસ કરે તે માટે : કિડ્સ ફિએસ્ટા : નચિકેતા અને શ્રી સાંઇ લક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક આયોજન

રાજકોટ : આગામી ૧૧ અને ૧૨ એપ્રિલના રોજ રાજકોટમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ગુજરાતનો સૌથી મોટો સાહિત્ય મેળો યોજાવા જઈ રહ્યો છે. વિધાર્થીઓ ફેસબુક કરતા બુકને ફેસ કરે તેવા શુભ આશય સાથે સાંઈરામ દવેની સ્કૂલ નચિકેતામાં૩ થી ૧૫ વર્ષની વયના વિધાર્થીઓ માટે એક લીટરચેર ફેસ્ટિવલ સાથે લાઇફ સ્કીલ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને મજા પડે તેવા ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષાના પુસ્તકો ઉપલબ્ધ હશે. સાહિત્યમેળાની સાથે વિધાર્થીઓ માટે નચિકેતાના વિધાર્થીઓ દ્વારા ખાસ બુક ટોકનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાર્થીઓ પોતે વાંચેલા પુસ્તકોનો બુક ટોક રજૂ કરશે સાથે મેથ્સ અને સાયન્સ ફેર, ફ્રી આઉટડોર રાઈસ, પપેટ શો, કરા ઓકે, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, સાઈબર ક્રાઈમ અવેરનેસ, સનાતન વિથ સાયન્સ, ગુડ ટચ બેડ ટચ નોલેજ, ફૂડ સ્ટોલ્સ, જેવી અનેક વિધ પ્રવળતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. કિડ્સ ફિએસ્ટાનું આ ત્રીજુ વર્ષ છે જેમાં અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ લોકો આ સાહિત્ય મેળાની મુલાકાત લઈ ચુકયા છે. આ સમગ્ર આયોજન નિશુલ્ક છે. નવી પેઢી પુસ્તકો તરફ વળે તે માટે પુસ્તકો પર આર આર શેઠ પ્રકાશન દ્વારા ખાસ વીસ ટકા સુધીની છુટ રાખવામાં આવી છે. અંબિકાટાઉન શીપ જીવરાજ પાર્ક ખાતે આવેલી નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમાં તા. ૧૧-૧૨ એપ્રિલના રોજ બપોરે ૪ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી યોજાનારા આ કિડ્સ ફિએસ્ટાનો લાભ લેવા સાંઇરામ દવે એ સહુને નિમંત્ર આપ્યું છે.
(2:14 PM IST)










