તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
HMAI રાજકોટ દ્વારા ‘વોક ફોર હોમિયોપેથી' રેલી ૧૫૦૦થી વધુ હોમીયોપેથીક ડોકટરો જોડાયા

રાજકોટઃ ‘વર્લ્ડ હોમિયોપેથિક ડે' ના ઉપલક્ષમાં લોકોમાં હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિશે જાગળતિ લાવવાના હેતુથી HMAI (હોમિયોપેથીક મેડીકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા) રાજકોટ બ્રાન્ચ દ્વારા તા. ૦૭ ના રોજ રેસકોર્સ રિંગ રોડ ખાતે ઐતિહાસિક ‘‘વાોક ફોર હોમિયોપેથી'' મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦૦ થી વધુ હોમિયોપેથીક ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધી હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (HMAI) એ દેશના લાયકાત ધરાવતા હોમિયોપેથિક તબીબોની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થા છે. HMAI ની રાજકોટ બ્રાન્ચ સમાજમાં સ્વાસ્થ્ય જાગળતિ લાવવા, મેડિકલ કેમ્પ યોજવા, તબીબોના જ્ઞાનવર્ધન માટે સતત શૈક્ષણિક સેમિનાર (CME) યોજવા અને હોમિયોપેથીના પ્રચાર-પ્રસાર માટે સક્રિયપણે અને નિઃસ્વાર્થભાવે કાર્યરત છે.
(3:31 PM IST)










