<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

ગોંડલ ચોકડીએ થારમાં વિદેશી દારૂના જથ્‍થા સાથે કુલદીપ પાથર પકડાયો

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ થાર અને વિદેશી દારૂનો જથ્‍થો નજરે પડે છે

રાજકોટ, તા.૮: ગોંડલ ચોકડી એ થારમાં વિદેશી દારૂના જથ્‍થા સાથે નીકેળલા  શખ્‍સને પીસીબીઝોન ઝડપી લીધો હતો. પોલીસ કમિશનર  બ્રજેશ કુમાર ઝા એર ં પ્રોહીબીશનની ગેર કાયદેસર પ્રવળતિ સદંતર નેસ્‍ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે  અન્‍વયે પી.સી.બી. ઇ/ચા પોલીસ ઇન્‍સ્‍પેકટર  એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્‍યાન એ.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલા, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, પો.હેડ.કોન્‍સ. હરદેવસિંહ રાણા ને મળેલ સયુંકત હકીકત આધારે ગોંડલ રોડ ચોકડીથી ગોંડલ તરફ જતા મહીરાજ હોટેલની સામે રોડ ઉપરથી મહિન્‍દ્રા થાર કારમાંથી ઇંગ્‍લીશ દારૂની બોટલ નંગ ૨૩૧ કિ. ૪૬,૬૫૬ અને થાર કિ. ૧૦ લાખ  મળી કુલ ૧૦,૪૬,૬૫૬ના મુદામાલ સાથે આરોપી કુલદિપભાઇ ગોરઘનભાઇ પાથર ઉ.વ.૨૫ રહે.શ્રમજીવી સોસાયટી શેરી નં.૨ રણુજા મંદિરથી આગળ રાજકોટને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહી  પીસીબીના  પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, પો.હેડ.કોન્‍સ. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઇ બોરીયા, રાહુલગીરી ગૌસ્‍વામી, પો.કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઈ સોલંકી, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, ડ્રા.પો.હેડ.કોન્‍સ. જયેશભાઇ ગઢવી સહિતના સ્‍ટાફે કરી હતી.

(3:46 PM IST)