<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

કથિત પત્રકારે ફેરવી તોળ્‍યું : ડીસીપી બાંગરવા વિરૂધ્‍ધ કોઇના કહેવાથી આક્ષેપો કર્યા હતા!

રાજકોટ, તા., ૮ : તાજેતરમાં ડીસીપી-ક્રાઇમ જગદીશ બાંગરવાએ પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલ મુકી ડંડો ઘુસાડી પોલીસ કસ્‍ટડીમાં ત્રાસ આપ્‍યાના સનસનીખેજ આક્ષેપો ધારાસભ્‍ય જીજ્ઞેશ માવાણીના માધ્‍યમથી કર્યા હતા. આ ઘટનાએ ભારે સનસનાટી મચાવી હતી. આ બનાવના ભોગ બનનાર કથીત પત્રકાર સુરેશ વડેચાએ આજે અચાનક ફેરવી તોળ્‍યું હતુ અને કોર્ટમાં કરેલી ફરીયાદ પાછી ખેંચી લીધી હતી. માધ્‍યમોને સુરેશ વડેચાએ જણાવ્‍યું હતું કે મેં કોઇના કહેવાથી ઉશ્‍કેરાઇને નિવેદનો આપ્‍યા હતા. હું હકિકતમાં ડીસીપી જગદીશ બાંગરવાને ઓળખતો ન હતો. આમ ડીસીપીને ખોટી રીતે બદનામ કરવામાં આવ્‍યાનું વડેચાએ પાછી ખેંચેલી ફરીયાદને લઇ પ્રતીત થઇ રહયું છે

ડીસીપી ક્રાઇમ, શ્રી જગદીશ બાંગરવા

(3:04 PM IST)