<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

કોર્પોરેશન ચૂંટણીઃ ૧૮ વોર્ડના રીસીવીંગ-ડીસ્‍પેચીંગ સેન્‍ટર તથા મતગણત્રી સ્‍થળ ફાઇનલઃ મોકપોલ શરૂઃ આજે વધુ ૧પ૩ ફોર્મ ઉપડયાઃ કાલથી તાલીમ

રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજકોટ કલેકટર તંત્રના આર.ઓ. અને એ.આર.ઓ. દ્વારા તેમના વોર્ડના ચૂંટણી સ્‍ટાફ રવાના અને આવકના રીસીવીંગ-ડીસ્‍પેચીંગ સેન્‍ટરો અને જે તે વોર્ડના મતગણત્રી કેન્‍દ્રો ફાઇનલ કરી લેવાયા છેઃ વોર્ડ નં. ૧ થી ૩ નું રીસીવીંગ-મતગણત્રી સ્‍થળ-પાંધી કોલેજ, વોર્ડ ૪ થી ૬ માં ચૌધરી હાઇસ્‍કુલ, વોર્ડ નં. ૭ થી ૯ વીરાણી હાઇસ્‍કુલ, વોર્ડ નં. ૧૦ થી ૧ર એવીપીટી કોલેજ, વોર્ડ નં. ૧૩ થી ૧પ જસાણી કોલેજ, અને વોર્ડ નં. ૧૬ થી ૧૮ રણછોડદાસજી કોમ્‍યુનીટી હોલ ફાઇનલ કરાયા છેઃ દરમિયાન આજે વોર્ડ ૪ થી ૬ માં ૧ર૩ અને વોર્ડ ૧૩ થી ૧પ માં વધુ ૩૦ ફોર્મ ઉપડયા છેઃ આજે મોકપોલ યોજાયેલ કાલથી સ્‍ટાફની તાલીમ શરૂ થશે.

(2:41 PM IST)