તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
વર્લ્ડ નવકાર ડે નિમિતે જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કાલે નવકાર મહામંત્રનાં જાપનું વૈશ્વક આયોજન

રાજકોટ તા. ૮ : જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીતો) દ્વારા વિશ્વ વર્લ્ડ નવકાર દિવસની ઉજવણીરૂપે આવતિકાલે તા.૯ ને ગુરુવારનાં નવકાર મહામંત્રનાં કરોડો જાપનું આયોજન કરાયુ છે. જેમાં ૧૦૮થી વધુ દેશો સામેલ થશે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જીતોની ટીમે જણાવ્યુ હતુ કે આવતિકાલ તા.૯ ને ગુરુવારનાં રોજ રાજકોટ ખાતે કાલાવડ રોડ ઉપર આવેલ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરમાં આવેલ યોગી સભા ગળહ ખાતે સવારે ૭.૦૨ થી ૯.૩૬ સુધી નવકાર મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવેલ છે.
જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO) દ્વારા આયોજીત વર્લ્ડ નવકાર ડે માં ગત વર્ષે દિલ્હી ખાતે દેશનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહયા હતા અને જૈન-જૈનેતર બંધુઓને વિશ્વ શાંતીનું આહવાન કરેલ. આ કાર્યક્રમ સમગ્ર વિશ્વમાં લાઈવ પ્રસારીત કરવામાં આવેલ હતો.
તેવી જ રીતે આ વર્ષે કેન્દ્રીય ગળહ મંત્રી શ્રી અમીતભાઈ શાહ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે અને આશીર્વચનો ફરમાવશે.
રાજકોટ ખાતે યોજાનાર નવકાર મહામંત્ર જાપમાં લક્કી ડ્રો દ્વારા ઘણાં બધા ઈનામો તથા પ્રભાવના જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા હેતુથી રાજકોટનાં તમામ જૈન ભાઈ-બહેનો ઉપરાંત અન્ય સમાજનાં ભાઈ-બહેનો પણ નવકાર મહામંત્રના જાપમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ નવકાર મહામંત્ર જાપ કાર્યક્રમને સફળ બનાવવા ‘જીતો' રાજકોટનાં ચેરમેન હેમલ શાહ, અમીષ મહેતા, કૌશીક શાહ, તેજસ શાહ, કીશોરભાઈ દોશી, નરેન્દ્રભાઈ મહેતા ઉપરાંત પ્રોજેકટ ચેરમેન હિમાંશુ મહેતા, પરેશ મહેતા, શૈલેષ બદાણી, કમલેશ મોદી, અનીક શેઠ, હરીન મહેતા, નીતેશ કામદાર અને ટીમ જીતો તેમજ ટીમ જીતો લેડીઝ વિંગનાં જયશ્રીબેન શાહ અને શ્વેતાબેન સંઘાણી તેમજ ટીમ જીતો યુથનાં હર્શિલ શાહ, દર્શિત મહેતા અને જીતો બીઝનેશ નેટવર્કનાં દર્શનભાઈ મહેતા અને રાજેશભાઈ લાઠીયા સહીતનાં અનેક મેમ્બરો જહેમત ઉઠાવી રહયા છે.
આ આયોજનના મુખ્ય સ્પોન્સર માતુશ્રી અનસુયાબેન છબીલદાસ શાહ પરિવાર હસ્તે દીપા જયેશભાઇ શાહ (સોનમ કલોક) છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જીતોના પ્રોજેકટ ચેરમેન હિમાંશુભાઇ મહેતા તેમજ મિલેશભાઇ મહેતા, નરેન્દ્રભાઇ મહેતા, આયુષીબેન શાહ, જીતોના લેડીઝ વીંગના ચેરપર્સન જયશ્રીબેન શાહ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:17 PM IST)










