<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ફ્રાન્‍સની કેનેડી યુનિવર્સિટી દ્વારા રાજકોટના ગૌસ્‍વામી અભિષેક લાલજી મહારાજને ડોક્‍ટરેટથી સન્‍માનિત કરાયા

જગતગુરુ શ્રીમદ વલભાચાર્યજીના ૧૬માં વંશજ સન્‍માનિત થતા સમગ્ર પુષ્ટિ વૈષ્‍ણવ સંપ્રદાય માટે ગૌરવની ક્ષણઃ અગાઉ ગુજરાત સરકાર અને અનેક સંસ્‍થાઓ દ્વારા પણ સન્‍માનિત કરવામાં આવ્‍યા છેઃ અભિનંદનની વર્ષા

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા.૭: રાજકોટના શીતલ પાર્ક ખાતે આવેલ શ્રી વલ્લભાશ્રય હવેલીના યુવા આચાર્ય ૧૦૮ શ્રી અભિષેક લાલજી મહારાજને ફ્રાન્‍સની કેનેડી યુનિવર્સિટી દ્વારા ડોક્‍ટરેટની પદવીથી સન્‍માનિત કરાતા સમગ્ર પુષ્ટિ વૈષ્‍ણવ સંપ્રદાય માટે ગૌરવની ક્ષણ સાથે ખૂબ જ હર્ષ ફેલાઈ ગયો છે.તાજેતરમાં ફ્રાન્‍સ ખાતે યોજેલ આ કાર્યક્રમમાં જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના ૧૬ માં વંશજ શ્રી અભિષેક લાલજી મહારાજને અત્‍યંત ધાર્મિક માહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ડોક્‍ટરેટની પદવીથી સન્‍માનિત કરાયા હતા તેમને ફિલોસોફી ઈન સોશિયલ સર્વિસમાં આ સન્‍માન આપવામાં આવ્‍યું હતું.

ઉલ્લેખની છે કે પૂ.અભિષેક લાલજી મહારાજ છેલ્લા ૨૬ વર્ષથી સમાજ સેવા તેમજ ગૌ સેવામાં કાર્યરત છે તેમણે ગાયો માટે અનેક કેટલ કેમ્‍પના આયોજન કરેલા છે મેડિકલ સહાય,બાળકો માટે શિક્ષણમાં સહાય,ધાબળા વિતરણ,અનાજ વિતરણ,આરોગ્‍ય સેવાઓ,કોવિડ વખતે ટિફિન સેવા,ચકલીઓ અને પક્ષીઓ માટે નિશુલ્‍ક બાઉલ વિતરણ,જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્‍યે યાત્રા પ્રવાસ તેમજ રાષ્‍ટ્રહિતની ભાવના જાગળત કરવા માટે શ્રી અભિષેક લાલજી મહારાજ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્‍યા છે.

અભિષેક લાલજી મહારાજ દ્વારા ધર્મના સંસ્‍કાર માટે એકેડેમી ચલાવવામાં આવે છે જેમાં હજારો લોકોને નિશુલ્‍ક માર્ગદર્શન આપવામાં આવે છે પખાવજ મળદંગની નિશુલ્‍ક તાલીમ પણ આપવામાં આવે છે.

શ્રી અભિષેક મહારાજને અગાઉ ગુજરાત સરકાર દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા છે આ ઉપરાંત સૌરાષ્‍ટ્ર રત્‍ન પુરસ્‍કાર,દિવ્‍યભાસ્‍કર દ્વારા કોહિનૂર ઓફ સૌરાષ્‍ટ્ર પુરસ્‍કાર સહિત અનેક પુરસ્‍કારો આપવામાં આવ્‍યા છે શ્રી અભિષેક મહારાજને વ્રજનિધિ પરિવાર પોરબંદર,રાજકોટ વૈષ્‍ણવ સમાજ,પંચમહાલ વૈષ્‍ણવ સમાજ, ચતુર્વેદી સમાજ મથુરા,તેલંગ સમાજ જયપુર,ગીરી નારાયણ બ્રાહ્મણ સમાજ,સદભાવના પરિવાર,ગુજરાત રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ,હિન્‍દુ યુવા સંગઠન કાલોલ,ચતુર્વેદ મહિલા શિલ્‍પ વિદ્યાલય મથુરા,આંતરરાષ્‍ટ્રીય પુષ્ટિ માર્ગી વૈષ્‍ણવ પરિષદ,લાઈફ બ્‍લડ સેન્‍ટર,સમસ્‍ત માથુર ચતુર્વેદ પરિષદ,કાલોલ કેળવણી પ્રચારક મંડળ સહિત અનેક સંસ્‍થાઓ અને સંગઠનો દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા છે.

શ્રી અભિષેક મહારાજ દ્વારા ચાલતી સેવાકીય પ્રવળત્તિઓ અને તેમણે પ્રાપ્‍ત કરેલા ડોક્‍ટરેટની પદવી તેમજ સન્‍માન પત્રોથી સમગ્ર પુષ્ટિ વૈષ્‍ણવ સમાજનું તેમણે ગૌરવ વધાર્યું છે અને સમગ્ર વૈષ્‍ણવ સમાજ માટે પ્રેરણા રૂપ બની માનવતા અને ભક્‍તિનો સંદેશ આપી રહ્યા છે. 

(3:29 PM IST)