News of Tuesday, 7th April 2026
આર.બી. સ્કૂલમાં પરિવારોત્સવ : બાળકોને પ્રમાણ પત્ર : મોટી વેશનલ સ્પીચ

આર.બી સ્કૂલમાં પરિવારોત્સવ ૨૦૨૬નું કાર્યક્રમ નર્સરી, એલ કે જી. એચ કે.જી. (બાલવાટિકા) તેમજ ધોરણ ૧ થી ૧૦ ના બાળકોએ વર્ષ દરમિયાન ૪૦ જેટલી પ્રવળત્તિઓ જેવી કે પ્રોજેક્ટ વર્ક, સાંસ્કળતિક કાર્યક્રમ, રમત ગમત, વકતળત્વ સ્પર્ધા વગેરેમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ તે બદલ ૫૦૦ થી પણ વધારે સર્ટિફિકેટ આપીને બાળકોને પ્રોત્સાહિત કરેલ.
કાર્યક્રમમા વિપુલભાઈ પાનેલીયા (સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત - ખજાનચી).
શ્રી કુવાડીયા (પી. આઇ. એસ. આર. પી.),ઉવેશભાઈ પટેલ (સ્વ. નિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ - મહામત્રી) ભરતભાઈ ગરાળા અજયભાઈ લૌખિલ (ઉપપ્રમુખ બક્ષીપંચ મોરચો :રાજકોટ શહેર), એચ.એ.નકાણી (પૂર્વ પ્રમુખ સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટ જામનગર રોડ ઝોન), રમેશભાઈ લોખિલ (નિવળત ફોજી), એન.એસ. સૌરઠીયા , વિજયભાઈ ડાંગર,શ્રી વડાલીયા, અરજણભાઈ રામાણી તેમજ મુકેશભાઈ લીખિલ વગેરે સમાજ શ્રેષ્ઠીઓએ હાજરી આપેલ.
‘પરિવારોત્સવ' કાર્યક્રમ યોજવાનું મુખ્ય કારણ બાળકો, વાલીગણ તેમજ શિક્ષણ ગણની સંવેદના સમજવાની અને દરેકને પોતાની ફરજો સમજાવવાનો હેતુ હોવાનો સંસ્થાની અખબારી યાદીમાં જણાવાયું છે.
મોટીવેશનલ સ્પીકર તરીકે ડો.અતુલ બલદેવે બાળકો, વાલીગણ તેમજ શિક્ષક ગણને પરિવાર એટલે શું? પરિવારને મજબૂત કરવા માટે, પરિવારના દરેક સભ્યો આનંદથી કેમ રહી શકે તેના માટે દરેક જતું કરવાની ભાવના રાખવી જોઈએ ઈગો ન રાખવો જોઈએ તેમજ દરેકને માન આપવું જોઈએ તેમજ જીવન જીવવાની કળા વિશે વિસ્તળત સમજ આપેલ.
કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક સ્ટાફ ગણે જહેમત ઉઠાવેલ. તેમ આર. બી. સ્કૂલના સ્થાપક વિનયભાઈ લોખીલે ( મો. ૯૮૨૪૨૪૮૩૬૯) એ યાદીમાં જણાવાયું હતું.
(2:50 PM IST)










