તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
એસ.ટી.તંત્રને આચારસંહિતા નડતી નથી કે શું ?: મૂસાફર હીતરક્ષક સમિતિ
રજૂઆત છતાં અનેક બસમાં પી.એમ.સી.એમ.ના ફોટા યથાવત

રાજકોટઃ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, પ્રતાપભાઈ વાળા ની સંયુક્ત યાદીમાં જણાવે છે કે રાજકોટ એસ.ટી બસપોર્ટ પર આવતી આઉટ ડેપોની કોઈ કોઈ બસમાં હજુ પણ પી.એમ. અને સી.એમ. ની તસવીરો લાગેલી હોવા છતાં
ગત રાત્રે ૮:૧૫ કલાકે રાજકોટ થી ઉપડતી રાજકોટ પાવાગઢ બારિયા રૂટની બસ નંબર GJ-18-Z T 1280 પ્લેટફોર્મ નંબર ૨૨ પર હતી ત્યારે આ બસનો ફ્રન્ટલ સ્ક્રીનનો ગ્લાસ તિરાડો વાળો હતો અને બસની પાછળ પી.એમ. અને સી.એમ.ની તસવીરો લાગેલી હતી. બપોરના સમયે ઉપડતી રાજકોટ પાદરા ડેપો પાદરાની બસ નંબરGJ-18-Z T 3378 બસમાં મુસાફરોને પકડવાના હેન્ડલ પર પી.એમ. અને સી.એમ. ની તસવીરો હતી. બપોરના ઉપડતી અને ભાવનગરથી આવતી જામનગર ભાવનગર જામનગર ડેપો જામનગર બસ નંબર GJ-18-Z 9499 કંડકટર ની સાઈડ માં પી.એમ. અને સી.એમ.ની તસવીરો લગાવેલી હતી આચાર સંહિતા નો ખુલ્લેઆમ ભંગ થતો હતો જે પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા અને પ્રતાપભાઈ વાળા એસ.ટી બસપોર્ટ પર હોય તુરત ફરજ પરના એસ.ટી. અધિકારીઓનું ધ્યાન દોર્યુ હતું
આચાર સંહિતા ભંગ કરતી બસો અંગે ફરિયાદ બાદ મુખ્ય ચૂંટણી કમિશ્નર ગુજરાત રાજ્ય ગાંધીનગર ને પણ આ અંગે લેખિત ફરિયાદ કરવામાં આવી રહી હોવાનું ગુજરાત એસ.ટી મુસાફર હિત રક્ષક સમિતિ (મો. નં. ૯૪૨૬૨ ૨૯૩૯૬)ની યાદીમાં જણાવાયું છે.
(2:49 PM IST)










