તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
ભાજપનો સ્થાપના દિનઃ તમામ વોર્ડ કાર્યાલયોમાં રોશનીનો શણગાર
ઘર ઘર સંપર્ક, પાર્ટીની પત્રીકાઓનું વિતરણ, આજે સાંજે ૮ થી ૧૦ તમામ વોર્ડમાં બેઠક

રાજકોટઃ તા.૬ એપ્રીલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ નિમિતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈની સુચનાથી શહેર ભાજપ રાજકોટના સંગઠન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવે અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેની આગેવાનીમાં મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કમલમ કાર્યાલય, વોર્ડના મુખ્ય ચુંટણી કાર્યાલયો તેમજ સાંસદ અને ધારાસભ્યોના કાર્યાલયોને સજાવટ અને રોશની આજ સુધી રાખવામાં આવશે. આ સાથે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ બુથ સંપર્ક અને પત્રિકા વિતરણ કરવાના અભિયાનની શરૂઆત તમામ બુથ અને વોર્ડમાં કરાવેલ હતી. આ તકે શહેર ઉપપ્રમુખ સોમાભાઈ ભાલીયા, વોર્ડ પ્રમુખ અંકિત દુધાત્રા, કાનાભાઈ ડંડૈયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર, દંડક મનીષ રાડીયા, પૂર્વ શહેર ઉપપ્રમુખ મહેશ રાઠોડ, પૂર્વ વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવેએ જણાવ્યું હતું કે ભાજપ સ્થાપના દિવસ એ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ માટે ગૌરવવંતો દિવસ છે જેની ઉજવણી પણ સામાજીક અને સેવાકીય કાર્યક્રમો થકી થવી જોઇએ તમામ વોર્ડમાં આજે રાત્રે ૮ થી ૧૦ માં બેઠકો યોજી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે જોઇએ તો પાર્ટીના મહાનગર તેમજ વોર્ડના તમામ કાર્યાલયોને રોશનીથી શણગારવા. પાર્ટીના બધા જ કાર્યકરોના પોતાના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકાવી અને સેલ્ફી લઈ ્ન47YearsofNationFirst હેશટેગ સાથે સોશીયલ મીડીયામાં અપલોડ કરવામાં આવશે. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે
(2:43 PM IST)










