તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
પાળ ગામ પાસે પેટ્રોલ પંપમાં ડીઝલ પુરાવી રૂપીયા ન આપનાર રાજકોટના બે સગીરો નીકળ્યા
લોધીકા પોલીસે બંને સગીરોના વાલીને નોટીસ આપી

રાજકોટ, તા., ૭: લોધીકાના પાળ ગામ પાસે પેટ્રોલીંગમાં કારમાં ડીઝલ પુરાવી રૂપીયા ન આપનાર કાર ચાલક સહિત બે સામે ફરીયાદ થયા બાદ પોલીસ તપાસમાં બંને સગીર હોવાનું ખુલતા પોલીસે બંને સગીરના વાલીને નોટીસ આપી છે.
મળતી વિગતો મુજબ અજયભાઇ મેરૂભાઇ નાઘેરા ધંધો-પ્રા. નોકરી રહે-હાલ સાંગણવા ગામની સીમ તા. લોધીકાએ કાળા કલરની કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની વર્ના ફોર વ્હીલ કારનો અજાણ્યો ચાલક તથા તેની બાજુમાં બેસેલ અન્ય અજાણ્યો ઇસમ સામે લોધીકા પોલીસમાં કરેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, પાળ ગામે લીરબાઇ પેટ્રોલીયમ તથા ટીલાળા પેટ્રોલપંપ પર વાર ફરતી વર્ના કાર લઇ જઇ રૂપિયા ત્રણ ત્રણ હજારનું એમ કુલ રૂ. ૬૦૦૦/-નું ડીઝલ પુરાવી ડીઝલનું પેમેન્ટ અંગે કહેલ કે સ્કેન કરી પૈસા આપી દીધા છે. જેમા થઇ જશે જેથી હવે બીજા પૈસા નહીં આપું જે થાય તે કરી લેજે અને વધુ કાંઇ બોલીશ તો પતાવી દેવો પડશે તેમ કહી તેની વર્ના ગાડી ચાલુ કરી આગળ ચલાવી ગાળો બોલી પોતાના હવાલાવાળી વર્ના કાર ચલાવી ભાગી ગયા હતા.
દરમિયાન પોલીસ તપાસમાં કાર ચાલક તથા તેની સાથેનો અજાણ્યો શખ્સ બંને રાજકોટના સગીરો હોવાનું ખુલતા લોધીકાપોલીસે બંને સગીરોના વાલીને નોટીસ આપી કાર્યવાહી કરી છે.
(2:40 PM IST)










