<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ફાર્મસી પ્રવેશ કાર્યક્રમ જાહેર

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ પહેલા પ્રવેશ પ્રક્રિયાઃ તા.૧ ઓગસ્‍ટથી શૈક્ષણીક સત્રનો પ્રારંભ થશે

રાજકોટ, તા.૬: ડિગ્રી-ડિપ્‍લોમાં ફાર્મસી પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર થયો છે તા.૧૧ એપ્રિલથી અવેરનેશ પ્રોગ્રામ શરૂ થશે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૨ સાયન્‍સની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પૂર્વે જ રાજ્‍યમાં ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્‍યો છે. પ્રવેશ સમિતિ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, ઈચ્‍છુક વિદ્યાર્થીઓ આગામી ૧૫મી જૂન સુધી ઓનલાઈન રજિસ્‍ટ્રેશન કરાવી શકશે. ચાલુ વર્ષે નવી કોલેજોને મંજૂરી મળવાની શકયતા હોવાથી બેઠકોની સંખ્‍યામાં વધારો થઈ શકે છે.

રાજ્‍યમાં ગત વર્ષે ડિગ્રી અને ડિપ્‍લોમા ફાર્મસી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં ભારે વિલંબ થયો હતો. કાઉન્‍સિલ દ્વારા  કોલેજોને મંજૂરી આપવામાં વિલંબ થતાં  છે ક દિવાળી સુધી એડમિશન પ્રક્રિયા ચલાવવાની ફરજ પડી હતી. ગત વર્ષે ડિગ્રી ફાર્મસીની ૧૧૭ કોલેજોની ૯૯૭૦ બેઠકો સામે ૮૧૦૨ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્‍યો હતો, જયારે ડિપ્‍લોમાં ફાર્મસીની ૨૩૫૦ બેઠકો સામે ૧૩૮૨ બેઠકો ભરાઇ હતી. આ વર્ષે આવી પરિસ્‍થિતિ ન સર્જાય તે માટે વહેલું આયોજન કરવામાં આવ્‍યું છે.

(4:55 PM IST)