News of Monday, 6th April 2026
શક્તિ વુમન્સ કલબ દ્વારા નવી મેમ્બરશીપનો પ્રારંભ : વર્ષમાં ૧૨થી વધુ કાર્યક્રમો અપાશે

રાજકોટ તા. ૬ : શક્તિ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શક્તિ વુમન્સ કલબ દ્વારા નવી મેમ્બરશીપ શરૂ કરવામાં આવી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કલબના બહેનોએ જણાવ્યુ હતુ કે હાલ વહેલા તે પહેલાના ધોરણે મેમ્બરશીપ ખુલ્લી મુકવામાં આવી છે. રૂ.૫૦૦ વાર્ષિક ફી સાથે શ્યોર ગીફટ અપાય છે. વર્ષમાં ૧૨ થી વધુ કાર્યક્રમોનો લાભ મળે છે. જેમાં તલવાર રાસ, મેકઅપ અને હેરસ્ટાઇલને લગતો કેમ્મપ જેવા અવનવા કાર્યક્રમો રાખવામાં આવે છે. દરેક કાર્યક્રમ વખતે વહેલા આવનાર બહેનોને લકકી ડ્રોનો પણ લાભ મળે છે. મેમ્બરશીપ અને વધુ માહિતી માટે પ્રમુખ હેમાબેન (મો.૯૯૨૫૭ ૬૧૮૨૨)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા હેમાબેન, પ્રિતીબેન પટેલ, હેતલબેન શેખલીયા, રેખાબેન લીંબાસીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:41 PM IST)










