<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

પેલીકન રોટોફ્‌લેક્‍સના ભરતભાઈ શાહ દ્વારા મુખ્‍યમંત્રીનું બહુમાન

 

રાજકોટ : તાજેતરમાં ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાતે આવેલ ત્‍યારે રાજકોટ સ્‍થિત ઔદ્યોગિક એકમ પેલીકન રોટોફલેક્‍સ પ્રા. લી.ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્‍ટર ભરતભાઈ શાહ (મો. ૯૮રપ૦૭૭૭૮૮) અને ડિરેક્‍ટર વિજયભાઈ શાહ (મો. ૯૬૦૧૭૭૭૭૬૭) દ્વારા બહુમાન કરવાંમાં આવેલ.

રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્‍યો સર્વેશ્રી ઉદયભાઈ કાનગડ, ભાનુબેન બાબરિયા, દર્શિતાબેન શાહ, દુર્લભજીભાઈ દેથરિયા, તેમજ શ્રી માધવભાઈ દવે, મહાનગરપાલિકાના આયુક્‍ત શ્રી તુષાર સુમેરા, જિલ્લા સમાહર્તા શ્રી ઓમપ્રકાશ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સાથે જ સમાજસેવી અગ્રણીઓ સર્વેશ્રી ભરતભાઈ શાહ, વિજયભાઈ શાહ, જીતુભાઈ ધોળકિયા, એહસાસ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી કૌશિકભાઈ સોલંકી તથા નિヘલભાઈ સંઘવી, ભાજપ મહામંત્રીઓ વલ્લભભાઈ દુધાત્રા, યોગરાજસિંહ જાડેજા, લલિતભાઈ વાડોલિયા, અશ્વિનભાઈ મોલિયા અને ભાવિકભાઈ અગ્રાવત ઉપસ્‍થિત રહ્યા હતા.

અત્રે ઉલેખનીય છે કે ભરતભાઈ શાહ અને વિજયભાઈ શાહની કંપની પેલીકન રોટોફલેક્‍સ આજે વિશ્વસ્‍તરીય ટેકનોલોજી દ્વારા હાઈ-ટેકરોટોગ્રોવર પ્રિન્‍ટિંગ મશીન બનાવતી વિશ્વની અગ્રગણ્‍ય કંપની છે. તેટલું જ નહિ પોતાના ક્ષેત્રમાં તેઓ વૈશ્વિક સ્‍તરે પ્રથમ સ્‍થાન ધરાવે છે અનેભારતના પ્રીમિયમ સેગ્‍મેન્‍ટમાં તેઓ ૯૦%થી વધુ માર્કેટ શેર ધરાવે છે. પેલીકન રોટોફલેક્‍સ આજે ફક્‍ત રાજકોટ જ નહિ પરંતુ સમગ્ર ભારતને ગૌરવ અપાવી રહી છે. ભરતભાઈ શાહ અને તેમનું કુટુંબ રાજકોટમાં અનેક સામાજિક પ્રવળતિઓ સાથે જોડાયેલા છે. ખાસ કરીને તેઓ છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણના ક્ષેત્રે સતત અમૂલ્‍ય યોગદાન આપી છેવાડાના જરુરિયાતમંદ કુટુંબના બાળકોને અભ્‍યાસમાં મદદરૂપ થઈ તેમના અને તેમના કુટુંબના જીવનમાં સકારાત્‍મક પરિવર્તન અને ઉત્‍કર્ષ લાવવાની સામાજિક પ્રવળતિઓ તેઓ કરી રહ્યા હોવાનું અખબારી યાદીના અંતમાં જણાવાયું છે.

(4:40 PM IST)