તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
ભાજપની ગાંધીનગરમાં ૩-૩ નામની પેનલ બનાવવા મેરેથોન બેઠક
રાજકોટ મનપાની ચૂંટણી માટે ઉમેદવારની પસંદગી પ્રક્રીયા

રાજકોટ, તા.૬: મનપાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. કોંગ્રેસ અને આપ દ્વારા ઉમેદવારોની જાહેરાતની પ્રથમ યાદી પણ બહાર પાડી દેવામાં આવી છે, ત્યારે ભાજપ દ્વારા ગઈકાલે રાત્રે ૯થી સવારે ૪ વાગ્યા સુધી ગાંધીનગર ખાતે ભાજપ સંકલન સમીતીની મેરેથોન બેઠક મંત્રી જીતુભાઈ વાઘાણીના નિવાસ સ્થાને યોજાઈ હતી.
આ બેઠકમાં વોર્ડ વાઈઝ ૩-૩ નામોની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું આધારભુત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ઉપરાંત આ બેઠકમાં ૬૦ વર્ષની વય મર્યાદા તથા ૩ ટર્મના નિયમોની સાથે દરમ્યાન આગામી ચૂંટણીમાં ઉમેદવારો પસંદગીમાં રીપીટ થીયરી ઉપર પણ ચર્ચા કરવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે.
સંભવત આવતીકાલે અથવા બુધવારે ૩-૩ નામોની પેનલ માટે ફરી ચર્ચા-વિચારણા કરવા માટે સંકલન સમિતીની બેઠક યોજાશે, તેવું આધારભુત વર્તુળો જણાવી રહયા છે.
(4:17 PM IST)










