<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ભારતીય જનતા પાર્ટીના સ્‍થાપના દિવસે‘રાષ્‍ટ્ર પ્રથમ'ના સંકલ્‍પ સાથે ધ્‍વજારોહણ કરતા ડો.ભરતભાઈ બોઘરા

 

રાજકોટ, તા.૬: વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સ્‍થાપના દિવસ નિમિત્તે આજે દેશભરના કાર્યકર્તાઓમાં વિજયી ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. આ ગૌરવશાળી અવસરે જસદણના પૂર્વ ધારાસભ્‍ય ડો. ભરતભાઈ બોઘરાના નિવાસસ્‍થાને રાજકોટ મહાનગર યુવા મોરચાના કાર્યકરો દ્વારા ભાજપનો ધ્‍વજ ફરકાવી પક્ષની વિચારધારા પ્રત્‍યે અતૂટ શ્રદ્ધા વ્‍યક્‍ત કરવામાં આવી હતી. આ પ્રસંગે જસદણના પૂર્વ ધારાસભ્‍ય ડો. ભરતભાઈ બોઘરાએ  જણાવ્‍યું કે,‘‘ૅભાજપ એ માત્ર સત્તા મેળવવાનું સાધન નથી, પણ અંત્‍યોદયના મંત્ર સાથે રાષ્‍ટ્ર સેવાનું અભિયાન છે. આજે સ્‍થાપના દિવસના પવિત્ર પર્વે યુવા મોરચા અને વોર્ડ સંગઠનના ઉત્‍સાહી કાર્યકરોએ મારા નિવાસસ્‍થાને ધ્‍વજ ફરકાવીને પક્ષના સંસ્‍કારો અને રાષ્‍ટ્રવાદના સંકલ્‍પને પુનરોચ્‍ચાર કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં આજે ભારત વિશ્વગુરૂ બનવા તરફ જઈ રહ્યું છે ત્‍યારે કાર્યકરોનો આ જોશ પક્ષની અસલી તાકાત છે.''  સેવા અને સમર્પણના પાયા પર બનેલી આ પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે યુવા શક્‍તિ હંમેશા અગ્રેસર રહી છે. રાજકોટ મહાનગર યુવા મોરચાના કાર્યકરો દ્વારા આયોજિત આ કાર્યક્રમ પક્ષ પ્રત્‍યેની તેમની નિષ્ઠા દર્શાવે છે. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગર વોર્ડ ૮ના અને યુવા મોરચાના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ દેશહિત અને સમાજહિતના કાર્યોમાં કટિબદ્ધ રહેવાના શપથ લીધા હતા.

(4:13 PM IST)