<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

પોલીસની ખાસ ડ્રાઇવમાં દારૂ સાથે અને પીધેલા ૨૬ પકડાયા

વિદેશી દારૂ સાથે અને ડમડમ થઈ વાહન હંકારી નીકળેલા પણ કેટલાક ઝપટે ચડયા

રાજકોટ, તા., ૬: શહેરના વિવિધ વિસ્‍તારોમાં પોલીસે હાથ ધરેલી  ખાસ ડ્રાઈવમાં દારૂ સાથે અને નશાની હાલતમાં વાહન ચલાવતા અનેક શખ્‍સોને ઝડપી પાડવામાં આવ્‍યા છે. આ કામગીરીમાં ગાંધીગ્રામ, યુનિવર્સિટી, થોરાળા, આજીડેમ, પ્રદ્યુમનનગર, ભક્‍તિનગર અને માલવીયાનગર પોલીસ સ્‍ટેશન હેઠળ અલગ-અલગ દરોડા પાડવામાં આવ્‍યા હતા.

જાણવા મળ્‍યા મુજબ આજી ડેમ પોલીસે મુસ્‍તાકીમ કરીમભાઈ નોયડા (રહે. હસનવાડી શેરી નં. ૨, પીપળીયા હોલ પાસે, રાજકોટ)ને રોયલ સ્‍ટેગ વ્‍હિસ્‍કીની કિંમત ૭૫૦ની બાટલી સાથે ઝડપી લીધો હતો. તેમજ જયેશ દિનેશભાઈ મકવાણા (રહે. કુબલીયપરા શેરી નં. ૫, થોરાળા) ને ૨ લિટર દેશી દારૂ સાથે કડકો ચોકડી પાસેથી પકડવામાં આવ્‍યો હતો. પ્રદ્યુમનનગર પોલીસે આરીફ ઓસ્‍માણભાઈ કઇડા (રહે. સ્‍લમ ક્‍વાર્ટર, જામનગર રોડ)ને વ્‍હિસ્‍કીની બાટલી સાથે પરસાણાનગર પાસેથી ઝડપી પાડ્‍યો હતો.ગાંધીગ્રામ વિસ્‍તારમાં સુનીલ બબલુભાઈ ચૌહાણ (રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા મસ્‍જિદ પાસે)ને ૫ લિટર દેશી દારૂ સાથે પકડાયો હતો. રૈયાધારમાં દયાબેન ઉર્ફે દીયા રવીભાઈ લોરીયા અને રૂપલબેન મુકેશભાઈ મકવાણાને પણ દેશી દારૂના જથ્‍થા સાથે ઝડપી લેવામાં આવ્‍યા હતા.

જ્‍યારે રાજકોટ તાલુકા વિસ્‍તારના દિનેશ બાબુભાઈ સોલંકી (રહે. કણકોટ રોડ ૨૫ વારીયા પાસે)ને ૪ લિટર દેશી દારૂ સાથે પકડી લેવાયો હતો.

નશાની હાલતમાં વાહન ચલાવતા શખ્‍સોની ધરપકડ પણ થઈ હતી.  જાહેર રસ્‍તાઓ પર દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવી અન્‍યના જીવ જોખમમાં મૂકતા શખ્‍સો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરાઈ છે. જેમાં માલવીયાનગર પોલીસે ભાવેશ ગણપતભાઈ મકવાણા (રહે. ચામુંડાનગર શેરી નં. ૪, નાણામવા રોડ) અને શૈલેષ ખીમજીભાઈ સાગઠીયા (રહે. આંબેડકરનગર શેરી નં. ૧૦)ને નશાની હાલતમાં બાઈક ચલાવતા ઝડપ્‍યા હતા.આજી ડેમ પોલીસે અનૂપ રાઘવભાઈ સોનકર (રહે. ગુલાબનગર-૩, રાજકોટ), સંજય ગોબરભાઈ મેર (રહે. માધવવાટીકા, રાજકોટ) અને દીક્ષિત મનસુખભાઈ ગીનીયા (રહે. ગોવિંદ ગ્રીન રેસીડેન્‍સી) દારૂ પીધેલી હાલતમાં વાહન સાથે પકડયા હતા.

આ ઉપરાંત થોરાળા પોલીસે રવિ કનુભાઈ પરમાર (રહે. ગોકુલનગર-૨, સંતકબીર રોડ) અને મહેશ જેસીંગભાઈ રાવરાણી (રહે. હોસ્‍પિટલ ચોક પાસે ફૂટપાથ પર)ને નશાની હાલતમાં જાહેર રસ્‍તા પરથી પકડી લીધા હતાં. તેમજ ગાંધીગ્રામમાં ભાવેશ બાબુભાઈ સમેચા, એ-ડિવીઝન વિસ્‍તારમાં વીરારામ નેબારામ મીણા (મૂળ રહે. રાજસ્‍થાન) અને પ્રદ્યુમનનગરમાં કિશોર અશોકભાઈ મોટવાણી તથા નિલેશ પરસોત્તમભાઈ ભાયાણીને પણ નશાની હાલતમાં પકડીને પ્રોહિબિશન એક્‍ટની વિવિધ કલમો હેઠળ ગુના નોંધી  કાર્યવાહી કરી છે.

આમ ગાંધીગ્રામ પોલીસે બે કેસ, યુનિવર્સિટી પોલીસે ચાર કેસ, આજીડેમ અને પ્ર.નગર પોલીસે સાત-સાત કેસ,  થોરાળા પોલીસે બે, માલવીયાનગર પોલીસે ત્રણ, ભક્‍તિનગર પોલીસે બે અને એ ડિવિઝન પોલીસે એક મળી કુલ ૨૫ કેસમાં ૨૬ શખ્‍સોને પકડયા હતાં.

(3:46 PM IST)