તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
રાજકોટ રેલવે ડિવિઝને સ્થાપ્યો નવો કીર્તિમાનઃ પાર્સલ આવકમાં પ્રથમ વખત રૂા.૧૫ કરોડનો ઐતિહાસિક આંકડો પાર
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૪૩.૧૦ટકા નો રેકોર્ડ વધારો ડિજિટલ પેમેન્ટ ૯૫ટકા થી વધુ

રાજકોટ, તા. ૬ : રાજકોટ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં પાર્સલ આવકના ક્ષેત્રમાં પ્રથમ વખત ?૧૫ કરોડનો આંકડો વટાવીને એક નવો ઈતિહાસ રચ્યો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ડિવિઝને આ સમયગાળા દરમિયાન ?૧૫.૦૫ કરોડની પાર્સલ આવક મેળવી છે, જે પાછલા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ?૧૦.૫૪ કરોડની સરખામણીએ ૪૩.૧૦્રુ નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
રાજકોટ ડિવિઝન દ્વારા ઉપલબ્ધ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ સુનિ?તિ કરીને ૪૨ અસ્કયામતો (ખ્તતફૂદ્દત) નો પૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી કાર્યક્ષમતામાં ધરખમ વધારો નોંધાયો છે.
સંસાધનોનો
અસરકારક ઉપયોગ
આ સિદ્ધિમાં પ્રથમ વખત ૨૪ ટનની ક્ષમતા ધરાવતી ૩૪ પાર્સલ વેન (સ્ભ્) જોડીને તેનું અસરકારક સંચાલન કરવામાં આવ્યું હતું, જેનો મોટો ફાળો રહ્યો છે. આ માધ્યમથી ૭૬૫.૧૬ ટન વધારાના માલનું લોડિંગ કરવામાં આવ્યું, જેનાથી ?૬૬.૦૯ લાખની વધારાની આવક થઈ. આ સાથે ડિવિઝને ટ્રાફિકના નવાસ્ત્રોતોનો પણ સફળતાપૂર્વક વિસ્તાર કર્યો છે.
રાજકોટ ડિવિઝને ઇતિહાસમાં પ્રથમ વખત રૂા.૧૫ કરોડની પાર્સલ આવકનો માઇલસ્ટોન પાર કરીને નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે, જે ડિવિઝનની શ્રેષ્ઠ કાર્યક્ષમતાનું પ્રમાણ છે.
વિવિધ ચીજવસ્તુઓનું પરિવહન
માલસામાન પરિવહનના ક્ષેત્રમાં ડિવિઝને વિવિધ પ્રકારની વસ્તુઓનું સફળતાપૂર્વક પરિવહન કર્યું છે, જેમાં મુખ્યત્વે સમાવેશ થાય છેઃ ઇમિટેશન જ્વેલરી, ઘરવખરીનો સામાન અને બ્રાસ પાર્ટ્સ (પિત્તળના ભાગો), ઓટોમોબાઈલ પાર્ટ્સ, કાપડ (ટેક્સટાઇલ), શાકભાજી અને ફળો, જલ્દી બગડી જાય તેવી વસ્તુઓ (Perishable Items) અને અન્ય વિવિધ ચીજવસ્તુઓ.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૪,૫૫,૫૫૫.૦૫ ક્વિન્ટલ માલનું લોડિંગ કરવામાં આવ્યું હતું, જે ગયા વર્ષે ૩,૫૯,૨૮૮.૦૧ ક્વિન્ટલ હતું.
ડિજિટલ ક્રાંતિ અને પારદર્શિતા
આધુનિકીકરણ તરફ ડગ માંડતા ડિવિઝને પાર્સલ સેવાઓને સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક બનાવી છેઃ
કેશલેસ ટ્રાન્ઝેક્શનઃ પાર્સલ પેમેન્ટનો ૯૫્રુ થી વધુ હિસ્સો હવે ડિજિટલ માધ્યમથી મેળવવામાં આવે છે.
૧૦૦ ટકાકોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમઃ સમગ્ર ડિવિઝનમાં કોમ્પ્યુટરાઈઝ્ડ પાર્સલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
લાઈવ ટ્રેકિંગઃ હવે ગ્રાહકોને પાર્સલનું લાઈવ ટ્રેકિંગ અને સમયસર રસીદના મેસેજ (લ્પ્લ્) મળે છે, જેનાથી ડિલિવરી ઝડપી અને સુરક્ષિત બની છે.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સફળતા ડિવિઝનની ઉત્કળષ્ટ કાર્યક્ષમતા, ટીમવર્ક અને ગ્રાહક-કેન્દ્રી સેવાઓનું પરિણામ છે. રાજકોટ ડિવિઝન ભવિષ્યમાં પણ આવી જ રીતે નવી ઊંચાઈઓ સર કરીને ભારતીય રેલવેમાં પોતાની વિશિષ્ટ ઓળખને વધુ મજબૂત બનાવશે.
(3:52 PM IST)










