<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

સૈનિક કલ્‍યાણ નિધીમા રૂ.૭.૫૧ લાખની રકમ સર્વોદય કેળવણી સમાજ ટ્રસ્‍ટ દ્વારા અર્પણ

રાજકોટ : સર્વોદય કેળવણી સમાજ ટ્રસ્‍ટ દ્વારા સંચાલીત આત્‍મીય યુનિવર્સીટી, શ્રી એમ એન એમ વિરાણી સાયન્‍સ કોલેજ આત્‍મીય સ્‍કૂલ દ્વારા રૂ.૭.૫૧ લાખ માતબર રકમનું દાન સૈનિક કલ્‍યાણ નિધીમા આપવામા આવેલ છે. સૈનિક કલ્‍યાણની કામગીરીમા આ રકમનો ઉપયોગ થશે જે રકમમાથી સ્‍વ. સૈનિકોના ધર્મપત્‍નિ અને યુધ્‍ધ, લડાઇ, આંતકવાદી સામે ક્ષતિગ્રસ્‍ત થયેલ સૈનિકોને માસિક આર્થિક સહાય, સૈનિકોના પુત્રીના લગ્ન પ્રસંગે દિકરી લગ્ન સહાય અને સૈનિકોના મૃત્‍યુ સમયે મરણોતર સહાય તેમજ સૈનિકો/સ્‍વ.સૈનિકોના ધર્મપત્‍નિઓનાં સંતાનોને શિષ્‍યવૃતી પણ ચુકવામાં આવશે. તેમ કમાન્‍ડર પવન કુમાર (નિ) (જિલ્લા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ અધિકારી રાજકોટ વતી કલેકટરશ્રી રાજકોટ)ની અખબારી યાદીમાં જણાવાયું છે. વધુ વિગત માટે ફોન નં.૦૨૮૧-૨૪૭૬૮૨૫ ઉપર સંપર્ક કરી શકાય છે. 

(3:44 PM IST)