તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
રાજકોટ શહેર-જીલ્લામાં આગામી કોર્પોરેશન-જીલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી સંદર્ભે ૨૮ નાયબ મામલતદારોની બદલી
સત્યમ શેરસીયા-રૈયાણી-યોગીરાજ ગોહીલ-મહિરાજસિંહ ઝાલા સહિતનાની બદલી : કલેકટર દ્વારા દરેકને વધારાનો હવાલો સોંપી દેવાયોઃ તાત્કાલીક ચાર્જ સંભાળી લેવા આદેશો

રાજકોટ, તા.૬: જિલ્લામાં આગામી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા ૨૮ જેટલા નાયબ મામલતદાર બદલી કરવામાં આવી છે.જ્યાં સુધી ચૂંટણી કામગીરી પૂર્ણ ન થઇ ત્યાં સુધી બદલી સ્થળ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ વાઈઝ નાયબ મામલતદારોની નિમણૂક કરવામાં આવી છે જેમાં વોર્ડ નં. ૧ થી ૩ સત્યમ એ. સેરસીયા (સર્કલ ઓફિસર, રાજકોટ શહેર પૂર્વને નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી કચેરી ખાતે જવાબદારી સોંપાઈ છે.વોર્ડ નં. ૪ થી ૬ લક્ષ્મણસિંહ બી. ઝાલા (નાયબ મામલતદાર, રાજકોટ શહેર દક્ષિણ ને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) ની કચેરીમાં નિમણૂક અપાઈ છે.વોર્ડ નં. ૭ થી ૯ હિતેન્દ્ર ડી. રૈયાણી પુરવઠા નિરીક્ષક હવે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીમાં ફરજ બજાવશે
તેમજ વોર્ડ નં. ૧૦ થી ૧૨: દિનેશ વી. મોરાડીયાને નાયબ નિયામક, જમીન દફતરની કચેરી ખાતે નિયુક્ત કરાયા છે. વોર્ડ નં. ૧૩ થી ૧૫ યોગીરાજસિંહ એમ. ગોહિલને પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-૧ ની કચેરીમાં જવાબદારી સોંપાઈ છે.વોર્ડ નં. ૧૬ થી ૧૮માં મહિરાજસિંહ પી. ઝાલાને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ ની કચેરીમાં મુકવામાં આવ્યા છે.
જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પવન આર. પટેલ જિલ્લા પુરવઠા અધિકારી શહેરની કચેરીમાં ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવશે. વિપુલ વી. રાજ્યગુરૂ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસૂલ ની કચેરીમાં નિમણૂક કરવામાં આવી છે. કુલદીપસિંહ યુ. જાડેજા નાયબ કલેકટર, સ્ટેમ્પ ડ્યુટી શહેરની કચેરીમાં નિમણૂક કરવામાં આવી છે. અંકિત એલ. શેખડઃ પ્રાંત અધિકારીની કચેરી, ધોરાજી ખાતે જવાબદારી સંભાળશે. ભગીરથ એચ. કાછડીયાઃ પ્રાંત અધિકારીની કચેરી, જસદણ ખાતે કાર્યરત રહેશે. દિપક વી. શ્રીગો જિલ્લા આયોજન અધિકારીની કચેરી, રાજકોટ ખાતે ફરજ બજાવશે.
તાલુકા પંચાયત ચૂંટણીમાં કલેકટર કચેરી રાજકોટ રાજેશ એમ. સેંગાલ. રાજકોટ તાલુકા. ધર્મેશ એમ. વઘાસીયા. કોટડા સાંગાણી. સંજય પી. રૈયાણી પડધરી. ધવલ પી. ભીમજીયાણી લોધીકા. છગન વી. કુકડીયા ગોંડલ (ગ્રામ્ય)શક્તિસિંહ જી. ગોહિલ. જેતપુર (ગ્રામ્ય) કુશલકુમાર વી. મકવાણા.જસદણ હરેશ બી. સાંબડ. વિંછીયા. શ્રી ભગીરથસિંહ યુ. ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે.
ગોંડલ નગરપાલિકા ચૂંટણીની માટે વોર્ડ નં. ૧ થી ૬: યોગેશકુમાર બી. મુળીયા શિરસ્તેદાર, પ્રાંત ગોંડલ. વોર્ડ નં. ૭ થી ૧૧: મનિષ આર. જોષી નાયબ મામલતદાર, ગોંડલ શહેર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
(4:54 PM IST)










