તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
રાજકોટના ૮૦ ફૂટના રોડ ઉપર રામનગર ઇન્ડ. વાળી જગ્યા ઉપર ૩૦૦ થી ૪૦૦ ગેરકાયદેસર કારખાનાઃ કલેકટરને ફરિયાદ
નવા થોરાળાના પ્રવિણભાઇ ચાવડા અને અન્યોનુ કલેકટરને આવેદન : પૂર્વ વિસ્તારના મામલતદારના મનાઇ હુકમનો સરેઆમ ભંગઃRTIમાં પૂરતી માહિતી અપાઇ નથી...

રાજકોટઃ તા.૬, નવા થોરાળા વણકારવાસ ખાતે રહેતા પ્રવિણભાઇ ચાવડા તથા અન્યોએ કલેકટરને આવેદન પાઠવી રાજકોટના સર્વે નં. ૧પ પૈ. જમીન એ. ૧૧-પ ગુંઠામાં ચાલતા ગેરકાયદેસરના બાંધકામ અંગે વિસ્તૃત રજુઆતો કરી છે. આવેદનમાં ઉમેર્યુ હતું કે, શ્રી રામનગર ઇન્ડ.એ એશો કે જે ૮૦ ફુટ રોડ કે. રસીકલાલના કારખાના પાછળ રાજકોટમાં આવેલ છે એ રામનગર ઇન્ડ.એ એશોવાળી જમીન ઉપરનાં ૩૦૦ થી ૪૦૦ જેટલા ગેરકાયદેસરના કારખાનાઓના બાંધકામો સરકાની મંજુરી વગરના ખડકાયેલાં છે અને હાલમાં પણ નવા બાંધકામ થયેલા છે. વિશેષમાં જણાવવાનું કે અમો અરજદાર તા.૪/૧૦/રપ થી (૧) મામ.શ્રી (પૂર્વે) રાજકોટને ગેરકાયદેસરના બાંધકામોના ફોટોગ્રાફસ સાથે અરજી કરેલ છે. તેમાં તા. ૧૧/૦ર/ર૦ર૦ નો મનાઇ હુકમ આપેલ હોવા છતાં સને ર૦૧૯/ર૦ર૦ તથા ર૦રપ-ર૬ માં ચાલતા મંજુરી વગરના ગેરકાયદેસરના બાંધકામો અંગે અમોએ દસ્તાવેજી પુરાવાઓ અને ફોટોગ્રાફ સાથે રજુઆતો કરેલ હતી. અને ત્યારબાદ અવાર-નવાર આ જગ્યાં ઉપર ગેરકાયદેસરનાં બાંધકામો થતા રહેલ છે. એટલે માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી કરી સંતોષ માની લે છે, તો આવા મામ.શ્રી (પૂર્વ) ના હુકમનો પણ સરેઆમ ભંગ થાય છે અને તેનો કોઇ જ અમલ થતો નથીઅને આવા લોકો સામે કોઇ કડક કાર્યવાહી થતી નથી.
આવા ગેરકાયદેસરનાં બાંધકામો કરનારાઓની સામે આવા દબાણો દૂર કરવાના હુકમો હોવા છતાં કોઇ અમલવારી થતી નથી.
આ બાબતે અમોએ મ્યુનિ. કમિશ્નરશ્રી રાજકોટને પણ અરજી કરી જાણ કરેલ છે તેઓ તરફથી થયેલ આ પ્રકરણ અંગેનાં પત્રોની નકલો આ સાથે સામેલ છે.
આ બાબતે અમોએ P.G.V.C.L. આજીવસાહત ૬-૭ રાજકોટને પણ આવા ગેરકાયદેસરના બાંધકામોમાં હેવી ઇલે. કનેકશનો કયાં આધારે આપવામાં આવેલ છે. તેવી માહિતી માંગવા છતાં આપેલ નથી.
આ અરજી બાબતે અમો અરજદારે RTI માંથી માહિતી માંગવા છતાં પૂરતી માહિતી ન આપવાથી આવા પ્રકરણમાં કંઇક ગડબડ થઇ હોય તેવું લાગે છે.
તો આપશ્રી આ પ્રકરણ બાબતે તાત્કાલીક આપશ્રીની લાગતા વળગતા ખાતાઓને ખાસ સૂચના આપી તાત્કાલીક જીણવટભરી તપાસ કરાવી કડક કાર્યવાહી કરવા કરાવવા હુકમ થવા મહેરબાની કરશો.
(3:39 PM IST)










