તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા વધુ ર૬ ઉમેદવારો જાહેર
જુદા-જુદા વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામશે

રાજકોટ, તા. ૬ : રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા વધુ ર૬ ઉમેદવારો જાહેર કરાયા છે. તેમ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું છે. ગોપાલ રાય- પ્રદેશ પ્રભારી-આપ, ગુજરાત, ઇસુદાન ગઢવી- પ્રદેશ પ્રમુખ આપ- ગુજરાત, મનોજ સોરઠીયા -પ્રદેશ સંગઠન મહામંત્રી-આપ- ગુજરાત દ્વારા એ જણાવ્યું હતું કે ‘‘આપ'' દ્વારા સામાન્ય લોકોને ટિકીટ અપાઇ છે.
રાજકોટના વોર્ડ નં.૧પમાં પ્રકાશ ચાવડા, વોર્ડ નં. ૧પ - શાયરા બેન જોખિયા, વોર્ડ નં. ૧પ - લખાભાઈ મોરવાડિયા, વોર્ડ નં. ૧૬- દિવ્યાબેન ગોહેલ, વોર્ડ નં. ૬- રેખાબેન ડાંગર, વોર્ડ નં. ૧૧- કિરણ ગોહેલ, વોર્ડ નં. ૧૧- રૂપલ એલ્વિશ વચ્છાની, વોર્ડ નં. ૧૧-મંજુબેન વિનોદભાઈ સિંગાલ, વોર્ડ નં. ૧૮- રીટાબેન ખટારિયા. આ ઉપરાંત વોર્ડ નં.૧૩- સંજય વાઘેલા, વોર્ડ નં.૧૪- નૈમિષ પટડિયા, વોર્ડ નં.૧૭- જ્યોતિબેન રસિકભાઈ કાચ, વોર્ડ નં.૮- શારદાબેન અશોકભાઈ ભલાણી, વોર્ડ નં.૮ મૌસમીબેન કલ્યાણી, વોર્ડ નં.૧૦ મૌલિક દેલવાડિયા, વોર્ડ નં.૨-હંસાબેન, વોર્ડ નં.૨-ચિંતન દવે, વોર્ડ નં.૩-અખ્તર બલોચ, વોર્ડ નં.૩- જ્યોતિબેન પરમાર, વોર્ડ નં.૯- જગદીશ મારુ, વોર્ડ નં.૧૪- સોનલબેન હરેશભાઈ વિરાણી, વોર્ડ નં.૧૭- સરોજબેન દિલીપભાઈ ખુંટ, વોર્ડ નં. ૧ર- મિલન ત્રિકમભાઇ સોજીત્રા, વોર્ડ નં. ૧ર- મહેશભાઇ મનસુખભાઇ રાઠોડ, વોર્ડ નં. ૧ર દક્ષાબેન ગોજારીયા, વોર્ડ નં. ૧ર- કાજલબેન હિતેશભાઇ હિરાપરા ના નામથી જાહેરાત કરાઇ છે.
(1:00 PM IST)










