<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

મનપામાં ‘‘એક માત્ર દીકરી'' માટે પ્રમાણપત્ર મેળવવા ધસારો

‘સીંગલ ગર્લ ચાઇલ્‍ડ' સર્ટી આરટીઇ પ્રવેશમાં અગ્રતા અપાઇ છે : આ પ્રમાણપત્ર ૧૭ એપ્રિલ સુધી મનપા કચેરીએથી જરૂરી આધાર પુરાવા ફોર્મ સાથે રજૂ કરી મેળવી શકાશે

 

લાં....બી... કતાર.. : મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા સીંગલ ગર્લ ચાઇલ્‍ડ પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા આજથી શરૂ થતા એક દિકરી હોવાનું પ્રમાણપત્ર લેવા માટે સવારની જ   મનપાની સેન્‍ટ્રલ ઝોન કચેરીમાં જન્‍મ-મરણ વિભાગમાં અરજદારોની લાંબી લાઇનો લાગી હતી. તસ્‍વીરમાં આરોગ્‍ય વિભાગના અધિકારીઓ પ્રેરીત જોષી  સહિતના સ્‍ટાફ દ્વારા પ્રમાણપત્રની  પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમજ અરજદારો પ્રમાણપત્ર મેળવતા તથા લાંબી લાઇનો દ્રશ્‍યમાન થાય છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા) (૯.૧૩)

રાજકોટ, તા. ૪ : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નબળા વર્ગના બાળકોને શિક્ષણની તક આપવા માટે રાઈટ ટુ એજ્‍યુકેશન (RTE) હેઠળ જુન-૨૦૨૫ સત્ર માટે પ્રથમ ધોરણમાં પ્રવેશ માટે જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર, જે માતા-પિતાને સંતાનમાં ફક્‍ત એક માત્ર દીકરી હોય છે, તેમને પ્રથમ ધોરણમાં પ્રવેશમાં અગ્રતા આપવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા “Single Girl Child” પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવતા આજે મનપાની ત્રણેય ઝોન કચેરીમાં અરજદારોની લાંબી લાઇનો જોવા મળી હતી.

 જે માતા-પિતાને ફક્‍ત એક દીકરી હોય અને તેની જન્‍મ તારીખ ૦૧ જુન-૨૦૧૯ થી ૩૦ મે-ર૦ર૦ વચ્‍ચે હોય, તેઓ તા. ૦૪ એપ્રિલ થી તા. ૧૭ એપ્રિલ સુધી કામકાજના દિવસોમાં સવારે ૧૦:૩૦ થી સાંજે ૬:૦૦ વાગ્‍યા સુધી મહાનગરપાલિકાના સેન્‍ટ્રલ ઝોન તથા વેસ્‍ટ ઝોન કચેરીના સિવિક સેન્‍ટરમાંથી પ્રમાણપત્ર મેળવી શકશે.

. આ પ્રમાણપત્ર મેળવવા અર્થે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.IN માં ફોર્મસ મેનુમાંથી જન્‍મ મરણ વિભાગમાં RTE SINGLE GIRL CHILD  ફોર્મ ડાઉનલોડ કરી તેની સાથે રજુ કરવાના પુરાવા પૈકી બાળકનું જન્‍મ પ્રમાણપત્ર, બાળકના માતા અને પિતાના આધાર કાર્ડ, કુટુંબનું રાશન કાર્ડ (જેમા બાળકનું નામ ફરજીયાત જરૂરી છે) તેમજ જો પુરાવાઓ રાજકોટ શહેર સિવાયના હોય તો રાજકોટ શહેરમાં જ્‍યાં રહેતા હોય તે જગ્‍યાનો રહેણાંક નો પુરાવો. તેમજ સાથે જોડેલ નમુના મુજબનું રૂ. ૫૦ ના સ્‍ટેમ્‍પપેપર ઉપર કરેલ નોટરાઇઝ્‍ડ સોગંદનામુ રજુ કરવાનું રહેશે.

(3:12 PM IST)