<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

રાજકોટની શાનઃ ઋત્‍વિ નથવાણીનો કાલે કથક રંગમંચ પ્રવેશ

૧૫ વર્ષની કળા સાધના અને ગુરુ પલ્લવી વ્‍યાસના આશીર્વાદ સાથે ઋત્‍વિનો મંચ પર જાદુ રેલાશે

 

રાજકોટઃ શાષાીય નળત્‍ય કળાના વારસાને જીવંત રાખતી રાજકોટની યુવા કલાકાર ઋત્‍વિ નથવાણી આવતીકાલે કથક નળત્‍યના રંગમંચ પર પોતાની કલાની આગવી છાપ છોડવા માટે સજ્જ છે. છેલ્લા ૧૫ વર્ષની સતત સાધના અને સમર્પણ બાદ, ઋત્‍વિ હવે પોતાની કળાને પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવા જઈ રહી છે.

આવતી કાલે તા.૫ના રવિવારે રાત્રે ૮:૩૦ વાગ્‍યાથી હેમુગઢવી હોલખાતે કાર્યક્રમ યોજાશે. દિપપ્રાગટય પૂ. જયરામદાસ મહારાજના હસ્‍તે થશે.

એમવીએમ કોલેજમાં અભ્‍યાસ કરતી ઋત્‍વિએ માત્ર ૫ વર્ષની ઉંમરે કથક નળત્‍યની તાલીમ શરૂ કરી હતી. નાનપણનો આ શોખ સમય જતાં એક ગાઢ આત્‍મિયતા અને પેશન (Passion)માં ફેરવાઈ ગયો. તેની મહેનતનું પરિણામ એ છે કે ૨૦૨૨માં તેણે ‘વિશારદ'ની પદવી  પ્રાપ્‍ત કરી અને અત્‍યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં અનેક મંચો પર પોતાની કલાનું પ્રદર્શન કર્યું છે. કથક ઉપરાંત, ઋત્‍વિ વેસ્‍ટર્ન ડાન્‍સમાં પણ નિપુણ છે. ૩ વર્ષની ઉંમરે નીરજ દોશી પાસેથી વેસ્‍ટર્ન ડાન્‍સ શીખવાની શરૂઆત કરનાર ઋત્‍વિએ ગુજરાત અને સૌરાષ્‍ટ્ર કક્ષાની અનેક સ્‍પર્ધાઓમાં એવોર્ડ જીતી પોતાની પ્રતિભા સાબિત કરી છે. હાલ તે લગ્ન પ્રસંગોની કોરિયોગ્રાફી અને સ્‍ટેજ પર્ફોર્મન્‍સ દ્વારા કળા ક્ષેત્રે સતત સક્રિય છે.

ઋત્‍વિની આ સફર પાછળ તેમના ગુરુ, શ્રીમતી પલ્લવીબેન વ્‍યાસનું માર્ગદર્શન પાયાનું રહ્યું છે. ગણિતમાં માસ્‍ટર્સની ડિગ્રી ધરાવતા પલ્લવીબેન પોતે કથકમાં વિશારદ અને અલંકાર એમ બંનેમાં ગોલ્‍ડ મેડાલિસ્‍ટ છે. ૧૯૮૦માં પોતાની કળા યાત્રા શરૂ કરનાર પલ્લવીબેનને તેમની કારકિર્દીના શરૂઆતના તબક્કે જ પ્રતિષ્ઠિત ‘રાષ્‍ટ્રપતિ એવોર્ડ'થી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. શિક્ષણ અને માર્ગદર્શન દ્વારા કથક કળાના પ્રસાર માટેના તેમના અથાક પ્રયાસોને રાજ્‍ય સરકાર દ્વારા પણ બિરદાવવામાં આવ્‍યા હતા અને ૨૦૦૭માં તેમને ‘ગૌરવ પુરસ્‍કાર' એનાયત કરવામાં આવ્‍યો હતો. હાલ તેઓ નેશનલ બાલભવન ટ્રસ્‍ટ, રાજકોટ ખાતે પ્રોજેક્‍ટ ઓફિસર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે.

આગામી કાર્યક્રમમાં સંગીતના સૂર અને લય સાથે ઋત્‍વિના નળત્‍યને જીવંત કરવા દિગ્‍ગજ કલાકારો જોડાયા છે. જેમાં પઢંત તરીકે ગુરુ પલ્લવીબેન વ્‍યાસ, તબલા પર કુણાલ વ્‍યાસ (રાજકોટ), ગાયન અને હાર્મોનિયમ પર ઋષિકેશ પંડ્‍યા (રાજકોટ), સારંગી પર સંગીત મિશ્રા (મુંબઈ) અને સિતાર પર ગૌરવ નાગોર (સુરત) સાથ આપશે. આ સાથે મેકઅપમાં ડિમ્‍પલ જીવરાજની (સુરત), વેશભૂષામાં શીતલ નથવાણી અને એન્‍કરિંગમાં કવિતાબેન કોટક આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવશે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ લેતા ઋત્‍વિ સાથે તેમના પિતા મેહુલભાઇ નથવાણી (મો.૯૮૨૫૦ ૭૨૦૭૯) નજરે પડે છે.

(3:11 PM IST)