તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th April 2026
ફાઇબર ગ્લાસ બનાવતી મેટોડાની ઇપીપી કંપનીના સ્ટોક યાર્ડમાં આગઃ રાજકોટથી ફાયર ફાઇટર દોડયા

રાજકોટ, તા., ૪ : મેટોડા ઇન્ડસ્ટ્રીયલ એરીયાના ગેઇટ નં. ૧ પાસે આવેલી ઇપીપી કંપનીના સ્ટોક યાર્ડમાં આજે બપોરે ૧ થી ૧ાા સવા વાગ્યા આસપાસ ભયંકર આગ લાગતા રાજકોટ ફાયર બ્રિગેડને કંપનીના એચઆર મેનેજર સુનિલભાઇ ડાભી દ્વારા જાણ કરવામાં આવી હતી. રાજકોટથી ૪ ફાયર ફાઇટર આગને કાબુ લેવા દોડાવાયા હતા. બપોરે ૩ વાગ્યે સમાચાર લખાય છે ત્યારે ૬૦ થી ૭૦ ટકા આગ કાબુમાં આવી ગયાનું સુનીલભાઇ ડાભીએ અકિલાને જણાવ્યું હતું. ફાઇબર ગ્લાસ બનાવતી ઇપીપી કંપનીના માલીક જયરાજભાઇ શાહ હોવાનું જાણવા મળ્યું છે. કંપનીના બિલ્ડીંગની સામે આવેલા ખુલ્લા સ્ટોક યાર્ડમાં આગ લાગતા દુર કિલોમીટરો સુધી આગના લબકારા અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. નુકશાનના કોઇ આંકડા હજુ સુધી બહાર આવ્યા નથી. આગનું કારણ પણ સપાટી પર આવ્યું નથી.
(3:10 PM IST)










