તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th April 2026
૧૨ લાખના સીંગતેલ ડબ્બા સાથેનું આઇસર લઇ નાસી છૂટેલ ટોળકીનો સાગ્રીત રાજસ્થાનથી પકડાયો
ગોંડલ તાલુકા પોલીસે આઇસર સહિત ૨૭ લાખના મુદામાલ સાથે ઝડપી લીધોઃ ૪ શખ્સોની શોધખોળ

તસ્વીરમાં પકડાયેલ શખ્સ (નીચે બેઠેલા) સાથે પોલીસ સ્ટાફ અને સીંગતેલ ડબ્બાનો જથ્થો તથા આઇસર નજરે પડે છે. (૩.૧૮)
રાજકોટ, તા.૪: ગોંડલ તાલુકા પોલીસે ૧૨ લાખના સીંગતેલ ડબ્બા સાથેનું આઇશર લઇ નાસી છુટેલ ટોળકીના સાગ્રીતને રાજસ્થાનમાંથી ઝડપીલઇ આ ટોળકીના અન્ય ૪ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
મઇતી વિગતઁો મુજબ ગોંડલ સ્થિત ફરીયાદીના ટ્રાન્સપોર્ટમાં સાહેદ યશભાઇ, રહે. રાજકોટ વાળાની આઇસર ગાડી ચાલતી હોય જે ગાડીમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભરેલ સીંગતેલના ૪૭૬ ડબ્બા, કિં.રૂા.૧૩,૧૩,૭૭૪/-તથા આઇસર ગાડી રજી.નં. GJ-04-AW-9239 વાળી જેની કિં.રૂા.૧૫,૦૦,૦૦૦/- એમ કુલ મુદ્દામાલ કિં.રૂા.૨૮,૧૩,૭૭૪/- વાળો બારોબાર લઇ જઇ ફરીયાદી તથા સાહેદ સાથે વિશ્વાસઘાત કરી મુદ્દામાલ લઇ નાસી ગયાની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ થતા રુરલ એસપી વિજયસિંહ ગુર્જર તથા ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ
ગોંડલ તાલુકા પો.સ્ટે.ની ટીમે મુદ્દામાલ તથા આરોપીઓની તપાસ કરી આરોપીઓ રાજસ્થાન ખાતે મુદ્દામાલ લઇને નાસી ગયાની હકિકત મળતા તાલુકા પોલીસ આરોપીની શોધ ખોળ માટે રાજસ્થાન તપાસમાં જતા રાજસ્થાન રાજ્યના ભીમ તાલુકા વિસ્તારમાં એક હોટલના ર્પાકિંગમાંથી આઇસર ગાડી રજી.નં.GJ-04-AW-9239 વાળી મળી આવેલ તથા અન્ય મુદ્દામાલ તેલના ૪૭૬ ડબ્બાની તથા આરોપીની તપાસ કરતા સદરહુ ગુનાના આરોપી પંકજ બન્નાના મામાનું ગામ ઠીકરવાસ, રાજસ્થાન હોય અને સદરહુ મુદ્દામાલ ઠીકરવાસ ગામની સિમ વિસ્તારમાં બંધ મકાનમાં મુદ્દામાલ રાખેલ હોવાની માહીતી મળતા સ્થાનીક પોલીસની મદદથી તપાસ કરતા આરોપી પંકજ બન્નાએ સદરહું, જેથ્થો રાખેલ હોવાની હકીકત જણાવેલ. જેથી સદરહુ વ્યક્તીને તપાસના કામે નોટીસ આપી સદરહુ મુદ્દામાલ કબ્જે કરેલ તેમજ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સિસના આધારે મહિીમક મળેલ ક સદરહુ ગુનાનો આરોપી સુરેશસિંહ મેડીયા (રાવત) હાલે પોતાના ગામ ટોડગઢ, જી.બ્યાવર, રાજસ્થાન ખાતે હોવાની હકિકત આધારે તપાસ કરતા ે આરોપી સુરેશસીંહ મળી આવેલ અને તેમણે જણાવેલ કે અન્ય તેલના ડબ્બા બરાર તથા નાથદ્વારામાં હોટલમાં વેચેલ હોય જ્યાંથી મુદ્દામાલ રીકવર કરી ફુલ તેલના ડબ્બા ૪૩૭, કિં.રૂગ.૧૨,૦૬,૧૩૨/- તથા આઇસર ગાડી રજી.નં.GJ-04-AW-9239 વાળી જેની કિં.રૂ.૧,૧૫,૦૦,૦૦૦/- મળી કુલ ૨૭,૦૬,૧૩૨/- ના મુદ્દામાલ સાથે આરોપી સુરેશસિંહ ની ધરપકડ કરાઇ હતી.
તેમજ આરોપી સુરેશસિહ સાથે તેના સાગ્રીતો દિલીપસિંહપંકજ બન્ના (રાવત) રહે. સોનીયાણા, રાજસ્થાન,દિલીપસીંગ ઉર્ફે પંકજબન્ના (રાવત), રહે.રાજસ્થાન તથા નરેન્દ્રસિંહ પ્રેમસીંગ રાવત રહે, રાજસ્થાન હોવાનું ખુલતા ત્રણેયની શોધખોળ હાથધરાઇ છે.
આ કાર્યવાહી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી/પ્રો.આઇ.પી.એસ. પ્રખર કુમારASI કર્મરાજસિંહ પરમાર,પીસી, વાઘા ભાઇ સલાભાઈ આલ, PC પરેશભાઇ નારણભાઈ સાકરીયા, PCચંદનસિંહ પરમાર. તથા નાયબ પોલીસ અધિક્ષક કચેરી, , ગોંડલના એ.એસ. આઇ.છત્રપાલસિંહ માનસિંહ જાડેજા જોડાયા હતા.
(3:10 PM IST)










