તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th April 2026
હે દુનિયા ઉસી કી, જમાના ઉસીકાઃ રાત્રે જૂના ગીતો રેલાશે
મહંમદ રફી ફેન કલબ દ્વારા અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે આજે રાત્રે ૯ કલાકે આયોજન : ગાયકો પૂનાનાં પરાગ વડગાંવકર, દિલ્હીનાં શુભ્રાસિંઘ, મુંબઇના તુષાર શિરસત અને રાજકોટનાં જયેશભાઇ પનારા જાજરમાન ગીતોનો જલસો કરાવશે : ૧૯ વર્ષથી મહંમદ રફી ફેન કલબ ચલાવતા જીતુભાઇ ભટ્ટ દ્વારા અદકેરૂ આયોજન

આજે રાત્રે જૂનાં ગીતોનું સામ્રાજ્ય સજાવનાર ગાયકો પરાગ વડગાંવકર, શુભ્રાસિંઘ, તુષાર શિરસંત અને મહંમદ રફી ફેન ક્લબના જીતુભાઇ ભટ્ટ તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)
રાજકોટ તા.૪: મહંમદ રફીનાં ચાહકોની સંસ્થા મહંમદ રફી ફેન કલબ દ્વારા મણિયાર હોલ ખાતે ‘‘હે દુનિયા ઉસકી જમાના ઉસકા'' નામનો સૂરમય કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. રફી સાહેબના પરમ ચાહક જીતેન્દ્રભાઇ ભટ્ટ આ સંસ્થા છેલ્લા ૧૯ વર્ષથી ચલાવે છે. આજના કાર્યક્રમમાં રાજકોટના ઉદ્યોગપતિ અને ગાયક જયેશભાઇ પનારા, દિલ્હીથી આવેલા ગાયિકા શુભ્રાસિંઘ, પૂનાથી આવેલા પરાગ વડગાવંકર અને મુંબઇથી આવેલા તુષાર શીરસત ૩૦ જેટલા એક થી એક ચઢિયાતા ગીતોનું માવઠું વરસાવશે. કલાકારો અકિલાના આંગણે આવ્યા હતા અને સૂરભરી વાતો કરી હતી.
કાર્યક્રમના આયોજક જીતુભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે આ વખતે રફી સાહેબની સ્મૃતિમાં બોનસ પ્રોગ્રામ આપીએ છીએ. જેમાં આજે રફી સાહેબની સાથે કિશોરકુમાર, મન્નાડે, હેમંતકુમાર વગેરે મિકસ ગીતો પીરસવાના છીએ. ઉપરાંત આશાજી, લત્તાજી, શમશાદ બેગમના ગીતો પણ રજૂ થવાના છે. જયેશભાઇ અને તુષારભાઇ રફી સાહેબના ગીતો રજૂ કરશે. જયારે પરાગભાઇ કિશોકુમારના અને શુભ્રાસિંઘ લત્તાજી -આશાજી - શમશાદ બેગમ વગેરે ગીતો રજૂ કરશે.
પૂનાનાં ગાયક પરાગ વડગાંવકરએ જણાવ્યું હતું કે રાજકોટ પહેલી વાર આવવાનું થયું છે. રાજકોટ વિશે ખૂબ સાંભળ્યું છે. હું સંગીત શીખી રહ્યો છું કિશોરદા પણ સંગીત શીખ્યા ન હતા. પણ મને એવું લાગે છે કે તમારો સૂર તો સારો હોવો જોઇએ અટેલે શીખવું જરૂરી છે. જેથી શીખી રહ્યો છું પૂનામાં ખૂબ શો કરૂ છું આજના કાર્યક્રમમાં એવા ગીતો રજૂ કરવાનો છું જે બહુ ઓછી જગ્યાએ રજૂ થાય છે. જીતુભાઇએ અમારી પાસે મહેનત કરવી છે. પરાગ વડગાંવકરે કહ્યું હતું કે આજની નવી જનરેશનને જૂના ગીતો વિશે સમજાવું પડે છે. પહેલાના ગીતો આજે પણ રાજા છે. એ ગીતોમાં જે દમ હતો તે આજે પણ જોવા મળે છે. પહેલાના ગાયકો સંગીતકારોએ જે કામ કર્યુ છે તે આજની જનરેશનને સમજાવું પડે છે. મારો દિકરો અને તેનું ગ્રુપ મારા ઘરે જૂના ગીતો સાંભળતા જે આજ ેપ્રોગ્રામ સાંભળવા માટે આવે છે. જો કે નવા જમાનાનો રંગ પણ આજની પેઢીમાં રહેવાનો આજનાં ગીતો લોકોને યાદ નથી રહેતા જયારે જૂનાં ગીતો આજે અકબંધ છે. જૂનાં ગીતોમાં દમ છે.
જયારે દિલ્હીનાં ગાયિકા શુભ્રાસિંઘએ જણાવ્યું હતું કે મેં કલાસીકલ શિખ્યું છે. જે રિયાઝ માટે ખૂબ જરૂરી છે. આપણા ગીતો પણ શાષાીય રાગો પર જ બન્યા છે. કલાસીકલનો બેઝ હોવો ખૂબ જરૂરી છે.
જયારે જૂનાં ગીતો ગાવા અવાજમાં જે દમ, મોડયુલેશન અને વેરીએશનની જરૂર પડે તે રિયાઝીગળા વિના અશકય છે. જૂનાં જમાનામાં ટેકનોલોજી વિનાં ગાયકો એક ટેકમાં ગીત રેકોર્ડ કરતાં જયારે આજે એઆઇ જેવી ટેકનોલોજીથી બધુ શકય બન્યું છે. એટલે રિયાઝી ગળામાં જે દમ હતો અને છે તે ટેકનોલોજીથી શકય નથી. શુભ્રાસિંઘે જણાવ્યું તમે જે લાઇવ ગાઇ શકો છો તે એઆઇ ટેકનોલોજીથી શકય નથી. લાઇવમાં અમારી મહેનત દેખાય છે. ટેકનોલોજી એની જગ્યાએ જયારે લાઇવની મજા તેની જગ્યાએ હોય છે.
રાજકોટની ઓડિયન્સ વિશે શુભ્રાસિંઘ કહે છે અહિંની ઓડિયન્સનો સપોર્ટ ખૂબ મળે છે, મોટીવેટ કરે છે, પ્રેમ અને સ્નેહ મળે છે. રાજકોટથી કંઇને કંઇ શિખવ જરૂર મળે છે.
મુંબઇથી આવેલા રફી સાહેબ નાં ગીતો ગાતા ગાયક તુષાર શિરસતએ જણાવ્યું કે, હું રાજકોટ પહેલીવાર આવ્યો છું. રફી સાહેબનાં ગીતો ગાવાની કોશીશ કરૂ છું. જૂનાં લોકોએ આપણને જે શિવધનુષ આપ્યું છે તે ઉપાડવાનું કામ આજનાં કલાકારો કરી રહ્યા છે. તુષારભાઇ કહે છે.
આજે કોઇ કલકાર રિયાઝ કરે છે કે શિખે છે તો જૂનાં ગાયકોનું ૨૦ ટકા પણ ગાઇ શકે તો તે ખુબ સારૂ કહેવાય. કારણ ત્યાં સુધી પહોંચવુ઼ અશક્ય છે કારણ જે ધુરંધર ગાયકો જે કરી ગયા તે કોઇ કરી શકે નહીં. રફી સાહેબનાં ગીતોમાં બધા રંગો છે. મને તેનાં સેન્ટી સોંગ ખુબ ગમે છે. રફી સાહેબનાં દરેક ગીતોમાં, શબ્દોમાં વજન હોય છે. હું સંગીત શિખ્યો નથી પણ મુંબઇમાં પણ ઘણા શો કરૂં છું.
રાજકોટનાં જયશભાઇ પનારાએ જણાવ્યું કે, આજના ગીતો બધાને ખુબ ગમશે. ‘યે દુનિયા ઉસીકી જમાના ઉસીકા' ટાઇટલ ગીત મારા ભાગે આવ્યું છે આ વખતે એક અલગ પ્રયોગ થવાનો છે. જેમાં રફી સાહેબ ગાય અને લત્તાજી જવાબ આપે છે .તે પ્રકારની અલગ પ્રકારની મેડલી રજૂ થશે જે નવો પ્રયોગ કહી શકાય.
આજનો કાર્યક્રમ અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે રાત્રે ૯ વાગે શરૂ થશે. કાર્યક્રમનું સંચાલન દિપકભાઇ જોશી કરશે. જયારે ઓરકેસ્ટ્રામાં કિબોર્ડ પર રાજુભાઇ ત્રિવેદી, બીપીનભાઇ મકવાણા, વ્યંકટભાઇ (ડ્રમ), દિલીપ ત્રિેવેદી (તબલાં), પારસ વાઘેલા (કોંગો), નૂતન ભટ્ટ (રીધમ), નરેન્દ્રભાઇ જાડેજા (ઓકટોપેડ). જયારે સાઉન્ડમાં શંકરભાઇ અને વિડિયોગ્રાફીમાં ચેતનભાઇ સાથ આપશે. વધુ વિગત માટે જીતુભાઇ ભટ્ટ ૯૮ર૪પ ૭ર૪૭ર પર સંપર્ક કરી શકાય છે.
(3:10 PM IST)










