તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th April 2026
૫ વર્ષથી વોન્ટેડ ઇનામી આરોપીને રાજકોટ રેન્જ ટીમે કુ વિખ્યાત આરોપીને ઝડપી લીધો
નો વોન્ટેડ ઇન રાજકોટ રેન્જ ક્રાઈમ રાજકોટ રેન્જ વડા નિર્લિપ્ત રાયના અભિયાનને વધુ એક મોટી સફળતા : પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ. બ્રારના માર્ગદર્શનમાં પીએસઆઈ બી.એન. મોરી અને પીએસઆઈ બી.સી.મિયાત્રા ટીમના કાસમભાઈ બ્લોચ, સંદીપસિંહ ઝાલા, મિતેશભાઈ પટેલ અને કમલેશભાઈ રબારીની બાતમી આધારે મોટી સફળતા મળી

રાજકોટ તા.૪: રાજકોટ રેન્જમાં વિશેષ પરિસ્થિતિ ધ્યાને રાખી ખાસ જેમની નિમણૂક થયેલ છે, તેવા રાજ્ય પોલીસ તંત્રના કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા ડીઆઈજી શ્રી નિર્લિપ્ત રાયની પસંદગી થતા જ કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનાવવા ચાલતા વિશેષ અભિયાન અંતર્ગત રાજકોટ રેન્જની ટીમ દ્વારા જામનગર પંથકના ઇનામી અને ૫ વર્ષથી વધુ સમય થયા વોન્ટેડ આરોપી મૂળ મધ્યપ્રદેશના ભુવાનસીઞ રામસીંગને ઝડપી લીધા છે.
દરમ્યાન સ્ટાફના કાસમભાઈ બ્લોચ, સંદિપસિંહ ઝાલા, મિતેશભાઇ પટેલ તથા કમલેશભાઇ રબારી નાઓને મળેલ બાતમી હકિકત મુજબ રૂ.૧૦,૦૦૦ના ઈનામી જામનગર જિલ્લાના પંચકોષી બી.ડી.વી પો.સ્ટે ફ.ગુ.૨ નંબર ૧૧૨/૨૧ ઈ.પી.કો.ક.૩૯૫, ૩૯૭, ૧૨૦ બી.વી મુજબના વાડીમાં સુતેલા ફરીયાદી તથા સાહેદોને માર મારી રોકડ દાગીના તથા અન્ય વસ્તુઓ મળી અંદાજે સાડા આઠ લાખના મુદામાલની લુંટ કરેલ હતી. જે ગુનામાં છેલ્લા પાંચ વરસથી નાસતા ફરતા આરોપી ભુવાનસિંગ રાયસિંગ વસુનિયા રહે. પીપલવા પોલીસ સ્ટેશન ટાન્ડા તા.કુક્સી જી.ધાર (મધ્ય પ્રદેશ) વાળાને દાહોદ હાઈવે રાબડાલ બસસ્ટેશન નજીકથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર જીલ્લાના પંચકોષી બી.ડીવી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવા ઘટતી કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.એસ.બ્રા પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મિયાત્રા તથા એ.એસ.આઈ સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ,સંદિપસિંહ રાઠોડ હેડ કોન્સ. રસિકભાઈ પટેલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, દિલિપસિંહ સિંધવ, પો. કોન્સ. મિતેશભાઈ પટેલ, કમલેશભા રબારી, તથા ડ્રા.દિનેશભાઈ ગઢવીનાઓ દ્વારા કરવામાં આવેલા છે.
(3:26 PM IST)










