તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th April 2026
મેટોડાની ૨.૮૦ લાખની ચોરીમાં વોન્ટેડ આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો

રાજકોટ, તા.૪: મેટોડા જીઆઈડી સીની ૨.૮૦ લાખની ઘરફોડ ચોરીમાં વોન્ટેડ આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો.
મુજબ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રૂરલ એલસીબીએ મેટોડા જી.આઇ.ડી.સી માં જીજ્ઞેશપાર્ક, રાધે વે-બ્રિજવાળી શેરી બળવંતભાઈ નાનજીભાઈ વાઘેલાના મકાનમાંથી ૨.૮૦ લાખની ચોરીમાં વોન્ટેડ આરોપી નિતીન ગોપસીંગ મોહનીયા મુળ.બીલીયા ગામ, પટેલ ફરીયું તા.ધાનપુર જી.દાહોદને પકડીપાડી મેટોડા પોલીસને હવાલે કયો હતો. આ કાર્યવાહી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના PI વી.વી.ઓડેદરા તથા PSI કે.એમ.ચાવડા, PSI એચ.સી.ગોહિલ, PSI આર.વી. ભીમાણી, PSI પી.એન. ભરવાડ, ASI બાલકળષ્ણભાઇ ત્રીવેદી, HC હિતેષભાઇ હમીરપરા, PC મહેન્દ્રસિંહ સોલંકી, PC શકિતસિંહ જાડેજા, PC વિજયકુમાર ખડીયા. PC ભાવેશભાઈ મકવાણા, PC અઝીમભાઇ સમા દ્વારા કરવામાં આવી હતી
(2:18 PM IST)










