<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

‘કથા રાજકોટની કથા સર્વજ્ઞાતિનીઃ ભાગવત સપ્તાહની યાદગાર પૂર્ણાહૂતિ

પૂ. જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને યોજાયેલ પવિત્ર કથામાં અંતિમ દિવસે ભાવિકોની આંખમાં રીતસર આંસુ આવી ગયા : -મુખ્‍ય પોથીજીને ભારે マદયે ભાવભેર વિદાય આપવામાં આવીઃ ભગવાનના આશીર્વાદ મેળવવા હજ્‍જારો લોકો રાજકોટના વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં શિસ્‍તબધ્‍ધ રીતે ગોઠવાયા- કથાના અંતિમ દિવસે રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને શાસક પક્ષના દંડક મનિષભાઇ રાડીયા, પૂર્વ કોર્પોરેટર અને પંચનાથ હોસ્‍પિટલના વર્તમાન ચેરમેન દેવાંગભાઇ માંકડ, આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, લોહાણા મહાજન કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, શહેર ભાજપ ઉપપ્રમુખો મેહુલભાઇ નથવાણી અને દીપાબેન કાચા, સોશ્‍યલ મિડીયા ઇન્‍ચાર્જ શ્‍યામભાઇ ડાભી, અવધેશભાઇ કાનગડ, સંદિપભાઇ છોટાળા, રીટાબેન કોટક, રીટાબેન કુંડલીયા, સિધ્‍ધાર્થભાઇ ભટ્ટ, કલ્‍પેશભાઇ ગણાત્રા સહિતના મહાનુભાવોએ કથાનું રસપાન કરી પૂણ્‍યનું ભાથું બાંધ્‍યું: સુદામા ચરિત્ર દરમ્‍યાન અમી છાંટણા પણ થયા! હજ્‍જારો ભાવિકો ભાવવિભોર બન્‍યા- રાધે રાધે અને તથાસ્‍તુ પરિવાર તથા સમગ્ર ટીમ દ્વારા અભુતપૂર્વ-કાબિલેદાદ આયોજન સંપન્‍ન

રાજકોટના વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે સુપ્રસિધ્‍ધ યુવા ભાગવતચાર્ય પૂ. જીજ્ઞેશદાદાના રાધે રાધેના વ્‍યાસાસને યોજાયેલ પવિત્ર ભાગવત કથાની યાદગાર પૂર્ણહૂતિ થઇ હતી અને હજ્‍જારો ભાવિકો, ભાવવિભોર બની ગયા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે. રાજકોટ જીલ્લા પોલીસ વડા (એસ.પી.) વિજયસિંહ ગુર્જર, રાજકોટ મહાનગરપાલિકાના  પૂર્વ કોર્પોરેટર અને શાસક પક્ષના પૂર્વ દંડક શ્રી મનિષચાઇ રાડીયા, પૂર્વ કોર્પોરેટર અને પંચનાથ હોસ્‍પિટલ ના વર્તમાન ચેરમેન દેવાંગભાઇ માંકડ, આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, શ્રીમતિ ભારતીબેન પીપરીયા, રાજકોટ લોહાણ મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ , શ્રીમતિ સ્‍નેહાબેન પોબારૂ, લોહાણા, મહાજન કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ડો. શ્રીમતિ નિશિતાબેન ચોટાઇ, મનિષભાઇ માદેકા, નિપુણભાઇ  દોશી, હિરેનભાઇ ખખ્‍ખર, શ્રીમતિ કલ્‍પનાબેન ખખ્‍ખર, શ્રીમતિ રીટાબેન કોટક, દિશીતભાઇ પોબારૂ, સિધ્‍ધાર્થભાઇ ભટ્ટ, શ્રીમતિ બંસીબેન ભટ્ટ, શ્રીમતિ જયશ્રીબેન ચંદારાણા સહિતના મહાનુભાવોએ પવિત્ર કથામાં હાજર રહી પૂણ્‍યનું ભાથુ બાંધ્‍યું હતું જે દૃશ્‍યમાન થાય છે. દેવાંશીબેન ચંદારાણાએ સ્‍વહસ્‍તે બનાવેલ ૧૮ હિન્‍દુ ધર્મચિન્‍હો દર્શાવતી કલાકૃતિ પૂ. જીજ્ઞેશદાદાના હસ્‍તે રાજુભાઇ પોબારૂને અર્પણ કરી હતી જે તસ્‍વીરમાં નજરે પડે છે. 

 રાજકોટ, તા.૩: ‘કથા રાજકોટની કથા સર્વજ્ઞાતિની' સ્‍લોગન સાથે સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે વિશ્વ વિખ્‍યાત યુવા ભાગવતચાર્ય પૂ. જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને રાજકોટના વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ પવિત્ર ભાગવત સપ્‍તાહની ગઇકાલે યાદગાર પૂર્ણાહૂતિ થઇ હતી. શ્રીમદ્‌ ભાગવત મોક્ષગાથાના અંતિમ દિવસે હાજર રહેલ હજ્‍જારો ભાવિકોની આંખમાં રીતસર આંસુ આવી ગયા હતા.

મુખ્‍ય પોથીજીને વ્‍યાસાસન ઉપરથી ભારે マદયે ભાવભેર વિદાય આપવામાં આવી હતી. વિદાય પહેલા પૂ. જીજ્ઞેશદાદાએ ભગવાનશ્રી કૃષ્‍ણ અને મુખ્‍ય પોથીજીને વંદન કરી આશીર્વાદ મેળવ્‍યા હતા. વિદાય વેળાએ પૂ. જીજ્ઞેશદાદાના હાથમાં રહેલ મીઠુડા ભગવાન શ્રીકૃષ્‍ણના આશીર્વાદ મેળવવા હજ્‍જારો લોકો રાજકોટના વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં શિસ્‍તબધ્‍ધ રીતે ગોઠવાઇ ગયા હતા. તેઓએ શ્રીકૃષ્‍ણ ભગવાનના આશીર્વાદ લઇ ધન્‍યતા અનુભવી હતી.

પવિત્ર  ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞના અંતિમ દિવસે રાજકોટ જીલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર, રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર અને શાસક પક્ષના પૂર્વ દંડક શ્રી મનિષભાઇ રાડીયા, રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને પંચનાથ હોસ્‍પિટલના વર્તમાન ચેરમેન શ્રી દેવાંગભાઇ માંકડ, આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા,  શ્રીમતિ ભારતીબેન પુરૂષોતમભાઇ પીપરીયા, રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ સ્‍નેહાબેન પોબારૂ, લોહાણા મહાજન કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખો મેહુલભાઇ નથવાણી અને દીપાબેન કાચા, શહેર ભાજપ સોશ્‍યલ મિડીયા ઇન્‍ચાર્જ શ્‍યામભાઇ ડાભી, અવધેશભાઇ કાનગડ, સંદિપભાઇ છોટાળા, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્‍ખર, શ્રીમતી કલ્‍પનાબેન ખખ્‍ખર, શ્રીમતિ રીટાબેન કોટક, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, સિધ્‍ધાર્થભાઇ ભટ્ટ, શ્રી મતિ બંસીબેન ભટ્ટ, કલ્‍પેશભાઇ ગણાત્રા, શ્રીમતિ શૈલીબેન ગણાત્રા સહિતના મહાનુભાવોએ કથાનું રસપાન કરીને પૂણ્‍યનું ભાથું બાંધ્‍યું હતું. સુદામા ચરીત્ર દરમ્‍યાન  આકાશમાંથી અમી છાંટણા થયા હતા અને જાણે ભગવાને પવિત્ર ભાગવત કથા સંદર્ભે આશીર્વાદ વરસાવ્‍યા હોય, તેવો અહેસાસ હજ્‍જારો ભાવિકોએ કર્યો હતો, ભાવિકો ભાવવિભોર બની ગયા હતા. અંતે રાજકોટની પાવનભૂમિ ઉપર એક યાદગાર-અવિસ્‍મ રણિય પવિત્ર ભાગવત સપ્‍તાહ  ભકિતભાવ સાથે પૂર્ણ થઇ હતી. રાધે રાધે અને તથાસ્‍તુ પરિવાર તથા સમગ્ર ટીમ દ્વારા અભુતપૂર્વ-કાબિલેદાદ આયોજન-વ્‍યવસ્‍થા કરવામાં આવ્‍યા હતા. મુખ્‍ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્‍ખર અને સુધીરભાઇ દુબલે યાદગાર કથાની સફળતા બદલ તમામનો જાહેર આભાર વ્‍યકત કર્યો હતો.

 કથાના ભવ્‍ય-દિવ્‍ય-અલોૈકિ આયોજનને સફળ બનાવવા મુખ્‍ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્‍ખર અને સુધીરભાઇ દુબલ સહિત ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, એભલભાઇ જલુ, સંદિપભાઇ છોટાળા, અવધેશભાઇ કાનગડ, વિવેકભાઇ કાનગડ, મેહુલ કુમાર પરડવા, ભોવાનભાઇ રંગાણી, હરીશકુમાર પાંડે, હરીશભાઇ લાખાણી, મુકેશભાઇ પાબારી, ઘુષાભાઇ ધ્રાંગા, નિપુણભાઇ દોશી, ડો. નિશાંતભાઇ ચોટાઇ, શ્રીમતિ રીટાબેન કોટક, ધવલભાઇ કારીયા, ભાર્ગવભાઇ ઠાકર, નિલેશભાઇ ચંદારાણા, ડો. ભાવનાબેન શીંગાળા, ધવલભાઇ ખખ્‍ખર, ડો.જનકભાઇ ઠક્કર, હિરેનભાઇ પારેખ દક્ષિણી, કલ્‍પેશભાઇ બગડાઇ, શુભમભાઇ રઘુરા, અલ્‍કાબેન પટેલ, શ્રી આદિત્‍ય ઝાલા, દર્શીતભાઇ જીવરાજાની, ભાવેશભાઇ રૂપારેલી, જીજ્ઞેશભાઇ ભૂપતાણી, હિતેષભાઇ અનડકટ, નિરવભાઇ રાયચુરા, રવિન્‍દ્રભાઇ માણેક, મિહિરભાઇ સોલંકી, સોનલબેન સોમૈયા, ભારતીબેન જાની, મયુરભાઇ નથવાણી, જયેશભાઇ કક્કડ, કપિલભાઇ ગણાત્રા, ભાવિકભાઇ જોષી, ભાવિકભાઇ એરડા, સહિતના ટીમ મેમ્‍બર્સ ભારે જહેમત ઉઠવી હતી.

(3:41 PM IST)